80 વર્ષ જૂનું ફ્રીજ જોયું છે? અંદર જગ્યા ભલે નાની હોય, કુલિંગ આજે પણ છે સોલિડ

80 વર્ષ જૂનું ફ્રીજ

80 year old fridge: બ્રિટનના Gloucestershireમાં રહેતા દંપતીએ આ ફ્રીજ ઇલેક્ટ્રોલક્સ કંપની પાસેથી લીધું હતું. 1949માં આ ફ્રીજની 49 પાઉન્ડ એટલે કે અત્યારના 5000 રૂપિયા જેટલી કિંમત ચૂકવી હતી. આ ફ્રીજ 1930નું મોડેલ છે. એટલે કે 80 વર્ષ જૂનું છે.

  • Share this:
ફ્રીજ (Fridge) જીવનશૈલીનો (lifestyle) ભાગ બની ગયું છે. મોટાભાગના પરિવારો ફ્રીજનો ઉપયોગ (fridge) કરી રહ્યા છે. સામાન્ય રીતે 5-6 વર્ષમાં ફ્રિજમાં ક્ષતિઓ (Refrigerator Cooling Problems) સર્જાવા લાગે છે. જેથી ઘણા લોકો ફ્રીજ બદલી નાંખે છે. પરંતુ શું કોઈ પાસે 80 વર્ષ જૂનું ફ્રીજ હોય તેવું સાંભળ્યું છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, બ્રિટનના વૃદ્ધ દંપતી (Britain Old Couple) પાસે 1949માં એટલે કે 70 વર્ષ પહેલાં ખરીદેલુ ફ્રીજ આજે પણ વર્કિંગ કન્ડિશન (80 year old fridge still working)માં છે.

બ્રિટનના Gloucestershireમાં રહેતા દંપતીએ આ ફ્રીજ ઇલેક્ટ્રોલક્સ કંપની પાસેથી લીધું હતું. 1949માં આ ફ્રીજની 49 પાઉન્ડ એટલે કે અત્યારના 5000 રૂપિયા જેટલી કિંમત ચૂકવી હતી. આ ફ્રીજ 1930નું મોડેલ છે. એટલે કે 80 વર્ષ જૂનું છે. આજે પણ આ ફ્રીજ પાણી અને અન્ય વસ્તુઓ ઠંડી કરી શકે છે!

ફ્રીજની ડિઝાઇન આશ્ચર્યજનક
80 વર્ષ જુના આ ફ્રીજનો ડોર ખોલવા કોઈ સેન્સર નહી મેટલની ફ્લિપિંગ લૈચનો ઉપયોગ થાય છે. હાલ મળતા ફ્રીજ કરતા આ ફ્રીજમાં જગ્યા ખૂબ જ ઓછી છે. કોકની બે બોટલ પણ રાખવી મુશ્કેલ છે. ઘરનો સમાન વેચતી કંપની John Kerry & Sonsએ આ ફ્રીજની તસવીરો શેર કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ વૃદ્ધ દંપતીએ પણ આ ફ્રીજ સેકન્ડ હેન્ડ ખરીદ્યું હતું. આ કારણે જ તેમને માત્ર 49 પાઉન્ડમાં ફ્રીજ મળ્યું હતું.

આ પણ વાંચોઃ-Anna Durai Auto: ચેન્નાઈના ‘ઓટો અન્ના’ની HiTech રિક્ષા, પેસેન્જરને મળે છે ટીવી, ફ્રિજ, આઇપેડની સુવિધા

ફ્રીજર તૂટતા ઇતિહાસ આવ્યો સામે
આ ફ્રીજની વાત સામે આવવાનો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે. આ ફ્રીજનું ફ્રીજર તૂટી જતા દંપતીએ એન્જીનીયરને કોલ કર્યો હતો. જેથી ફ્રીજ જોવા પહોંચેલા 24 વર્ષીય સેલ્સમેન Adam Kerry આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

તેમને આટલું નાનું ફ્રીજ ક્યારેય જોયું નહોતું. હાલના ફ્રીજની જેમ આ ફ્રીજ વસ્તુઓ ઠંડી કરી શકતું નથી. આ ઉપરાંત વીજ વપરાશ પણ વધુ થાય છે. વૃદ્ધ કપલે આ ફ્રીજ ખૂબ જાળવીને રાખ્યું છે. જેના કારણે જ ફ્રીજ 80 વર્ષથી ચાલે છે.
First published: