Home /News /eye-catcher /OMG! ભારતમાં અહીં ખાવામાં આવે છે લાલ કીડીની ચટણી ! અત્યંત તીખો હોય છે સ્વાદ
OMG! ભારતમાં અહીં ખાવામાં આવે છે લાલ કીડીની ચટણી ! અત્યંત તીખો હોય છે સ્વાદ
છત્તીસગઢના બસ્તર (Bastar, Chhattisgarh)માં એક આદિવાસી વાનગી (tribal dish) ખૂબ રસથી ખાવામાં આવે છે. આ વાનગીનું નામ છે ચપરા (Chaprah red ant chutney) જે એક પ્રકારની ચટણી છે.
છત્તીસગઢના બસ્તર (Bastar, Chhattisgarh)માં એક આદિવાસી વાનગી (tribal dish) ખૂબ રસથી ખાવામાં આવે છે. આ વાનગીનું નામ છે ચપરા (Chaprah red ant chutney) જે એક પ્રકારની ચટણી છે.
ભારત તેની વિવિધ પ્રકારની વાનગીઓ (Weird Dishes in India) માટે પ્રખ્યાત છે. અહીં તમને જેટલી ટેસ્ટી વાનગીઓ મળે છે તેટલી ભાગ્યે જ વિશ્વના અન્ય કોઈ દેશમાં તમને મળશે. એવી ઘણી બાબતો છે જે કોઈને પણ પહેલી વાર સાંભળીને આશ્ચર્ય થઈ શકે છે. આજે અમે તમને આવી જ વાનગી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે લાલ કીડી (Red Ant Chutney eaten in India) ચટણી ભારતના રાજ્યમાં ખાવામાં આવે છે?
છત્તીસગઢના બસ્તર(Bastar, Chhattisgarh)માં એક આદિવાસી વાનગી (tribal dish) ખૂબ રસથી ખાવામાં આવે છે. આ વાનગીનું નામ છે ચપરા (Chaprah red ant chutney) જે એક પ્રકારની ચટણી છે.
નવાઈની વાત એ છે કે આ ચટણી લાલ કીડીમાંથી બનાવવામાં આવે છે. સૌ પ્રથમ લાલ કીડીઓ અને તેમના ઇંડા (Chutney made of red ant and egg) એકત્રિત કરવામાં આવે છે અને પછી આ ચટણીને પીસીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં અત્યંત તીખી હોય છે.
બસ્તરમાં ખાવામાં આવે છે લાલ કીડીની ચટણી બસ્તર વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોના દરેક પ્રસંગે અને આનંદના પ્રસંગે આ ચટણી બનાવવામાં આવે છે અને લોકોને તે ખૂબ જ ગમે છે. ફુદીનાની ચટણી, મરચું અને લસણની ચટણી કે કેરીની ચટણી ખાધી હશે અને તમને પસંદ પણ હશે. લાલ કીડીની ચટણીની ટેસ્ટ તમારે સમજવો હોય તો આ ત્રણ ચટણી એક સાથે ખાવી પડશે. આ ચટણી તેના સ્વાદમાં અત્યંત તીવ્ર હોય છે.
કેવી રીતે બનાવવામાં આવે છે ચટણી? ગામ લોકો જંગલમાં ફરે છે અને કીડી અને તેના ઇંડાને વાંસમાંથી ઉપાડે છે. ત્યારબાદ કીડીઓ અને તેમના ઇંડાને પીસવામાં આવે છે. તેને પીસ્યા પછી સારી રીતે સૂકવવામાં આવે છે. તે પછી તેને એક મોટી ઓખલીમાં નાખી સારી રીતે મશળીને પાસવામાં આવે છે. ત્યારબાદ તેમાં ટામેટાં, કોથમીર, લસણ, આદું, મરચું, મીઠું અને થોડી ખાંડ ઉમેરીને ફરીથી પીસવામાં આવે છે. પીસ્યા પછી નારંગી રંગની ચપરા ચટણી તૈયાર થઈ જાય છે.
ચટણીના ફાયદા શું છે? આ ચટણી સ્વાદમાં અદ્ભુત છે અને તેના ઘણા ઔષધીય ફાયદા છે. કીડીમાં જોવા મળતું ફોર્રમિટ એસિડ પેટમાં જાય છે અને અંદરના જંતુ સાથે લડે છે અને ખરાબ પેટ ધરાવતા વ્યક્તિને સાજા કરવામાં મદદ કરે છે. આ ચટણીમાં પ્રોટીન, કેલ્શિયમ અને ઝિંક પણ મોટી માત્રામાં હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ ફાયદાકારક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર