છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં થાળીમાં પડેલો માંસનો એક ટૂકડો જાતે જ ચાલવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધી બે કરોડથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે. આશરે 72 હજાર લોકો આ વીડિયો શેર કરી ચુક્યા છે. જોકે, આ વીડિયો સાચો છે કે ખોટો તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
હકીકતમાં 'મેલ ઓનલાઇન'ના રિપોર્ટ પ્રમાણે વાયરલ થઈ રહેલો વીડિયો ફ્લોરિડાની એક રેસ્ટોરન્ટનો છે. જ્યાં એક મહિલાએ મીટનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પછી પ્લેટમાંથી માંસનો એક ટુકડો ચાલવા લાગ્યો હતો અને પ્લેટમાંથી બહાર નીકળીને ટેબલ નીચે પડી ગયો હતો. જે બાદમાં માંસનો ટુકડો થોડો વધારે આગળ વધ્યો હતો અને જમીન પર ડોલવા લાગ્યો હતો. મહિલાએ આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી અને ફેસબુક પર તેનો વીડિયો શેર કર્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે ફ્લોરિડામાં રહેતી રે ફિલિપ્સ થોડા સમય પહેલા એશિયન રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણે મીટનો ઓર્ડર આપ્યો હતો. 'મેલ ઓનલાઇન'ના કહેવા પ્રમાણે આ વીડિયોને જોઈને અમુક લોકોએ તેને ફેક હોવાનું જણાવ્યું હતું. વીડિયો જોયા બાદ લોકોનું કહેવું હતું કે માંસના ટુકડાને દોરાથી બાંધવામાં આવ્યો હતો, અને તેને કોઈ ખેંચી રહ્યું હતું.
As if things today are not disgusting enough, here's a video of zombie chicken moving off a plate by itself in a cook-it-yourself restaurant. Like a chicken with its head chopped off, nerve endings in the raw meat still have impulses. pic.twitter.com/OIWTw2ipec
પ્રસિદ્ધ વિજ્ઞાન સામયિક 'સાયન્ટિફિક અમેરિકન'ના કહેવા પ્રમાણે તાજા માંસના ટુકડામાં ન્યૂરોન સક્રિય હોય છે, સોડિયમ આયનના સંપર્કમાં આવતા તે વધારે સક્રિય બને છે. મીઠું કે સોયા સોસમાં કેમિકલ કમ્પાઉન્ડ હોય છે. જ્યારે મીટમાં સોયા કે પછી મીઠું ઉમેરવામાં આવે છે ત્યારે ન્યૂરોન સક્રિય થતા હોય છે. જેનાથી એવું લાગે છે કે માંસના ટુકડામાં જીવ આવી ગયો છે.
સામયિકે આ વીડિયો પર કહ્યુ છે કે 'જ્યારે કોઈની કતલ કરવામાં આવે છે ત્યારે તેના બોડીમાં હાજર ન્યૂરોન તાત્કાલિક શાંત નથી થતાં. ન્યૂરોનમાં એવી ક્ષમતા હોય છે કે જેનાથી તે કલાકો સુધી સક્રિય રહી શકે છે. જ્યારે તેમાં સોડિયમ આયન ભેળવવામાં આવે છે ત્યારે આવું થતું જોવા મળે છે. આ કેસમાં પણ આવું જ થયું હતું.'
અમુક લોકોનું કહેવું છે કે આ તાજુ માંસ છે. તાજુ માંસ સામાન્ય રીતે થોડા સમય સુધી હલતું હોય છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે આ માંસ જીવતા દેડકાનું હતું, જેને એશિયન દેશો જાપાન અને ચીનમાં ખાવામાં આવે છે. જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે સોશયિલ મીડિયા પર આ પ્રકારનો વીડિયો શેર કરવામાં આવ્યો હોય. આ પહેલા ટેબલ પર જીવતી માછલી સર્વ કરવામાં આવી હોય તેવા વીડિયો શેર કરવામાં આવી ચુક્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર