આ છે ખતરનાક ભૂતિયા ઢિંગલી, જાણો તેની રસપ્રદ કહાની વિશે

News18 Gujarati
Updated: September 14, 2018, 11:53 AM IST
આ છે ખતરનાક ભૂતિયા ઢિંગલી, જાણો તેની રસપ્રદ કહાની વિશે
આ ઢિંગલીને સતત જોશો તો પરેશાન થઈ જશો
News18 Gujarati
Updated: September 14, 2018, 11:53 AM IST
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભૂતિયા ઢિંગલી પાછળ શું કથાઓ હોય છે ? આ પ્રકારની ડોલ્સ એટલે કે ઢિંગલીના અસ્તિત્વ પાછળ સાચે જ કોઈ વાત હોય છે કે પછી લોકોને ડરાવવા માટે ખોટી વાતો ઉભી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ દુનિયાની સૌથી વધુ ખતરનાક ભૂતિયા ઢિંગલી વિશે.

આ ઢિંગલીના માલિકે તેને ઓનલાઈન વેબ સાઇટ પર વેચવા મૂકી હતી, કારણ કે તેને ઢિંગલીની કેટલીક અજીબોગરીબ હરકતો કરતી હતી. આ ઢિંગલી ખરીદ્યા બાદ તેના માલિક અને તેની ગર્લફ્રેન્ડને જબરજસ્ત માથાનો દુખાવો થતો હતો, અને તેની બિલાડીનું પણ મૃત્યુ થયું હતું. ઢિંગલીના માલિકના જણાવ્યા અનુસાર આ એક ભૂતિયા ઢિંગલી હતી, અને ઢિંગલીમાંથી જ તેણે એક બાળકની જેમ હસવા રડવાના અવાજ સાંભળ્યા હતા. તેઓ ઢિંગલીને ઘરના બેઝમેન્ટમાં રાખતા હતા અને ત્યાંથી જ અવાજ આવતા હતા. માલિકે પણ દાવો કર્યો હતો કે આ ઢિંગલીના ધબકારા પણ ચાલતા હતા.વર્ષ 1918માં એક યુવકે પોતાની નાની બહેન માટે આ ઢિંગલી ખરીદી હતી. તેની બહેન આ ઢિંગલી સાથે એવી જોડાઈ ગઈ કે મૃત્યુ બાદ જ બંનેનો સાથ છૂટ્યો. આ છોકરીનું મોત પણ અચાનક થયું હતું. પરિવારનું કહેવું હતું કે ઢિંગલીના વાળ વધી રહ્યા છે. દરેક વર્ષે ઢિંગલીના વાળ ખભા સુધી કાપવા છતાંય વાળ ઘૂંટણથી નીચે સુધી વધી જતા હતા.આ ઢિંગલી ફ્લોરિડાના ફોર્ટ ઈસ્ટ મારટેલ્લો મ્યૂઝિયમમાં આવેલ છે. ગજબ ની વાત તો એ છે કે આ ઢિંગલી આખા રૂમમાં હરિ ફરી શકે છે, અને આંખોથી ડરાવી પણ શકે છે. બીજી તરફ જ્યારે કોઈ આ ઢિંગલી સાથે ફોટો પડાવે તો તે પોતાની હાજરીથી ચોંકાવી દે છે. એટલે સુધી કે કેમેરો પણ કામ ભૂલી જાય છે. અને આસપાસના ઈલેક્ટ્રોનિક ઉપકરણો બગડી જાય છે.
એક રિપોર્ટ અનુસાર આ મ્યુઝિયમમાં આવનાર 80% લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ આ ઢિંગલીના સંપર્કમાં આવ્યા કે તેની તરફ જોઈએ છીએ તો એટલા ભયંકર પ્રતિક્રિયા આપે છે કે લોકોનું મગજ ચકરાઈ જાય છે. માનવામાં આવે છે કે જે પરિવાર પાસે આ ઢિંગલી હતી તે પરિવારના સભ્યોને ઢિંગલીના કારણે ડરામણા સપના આવતા હતા, આ માટે તેમણે પોતાના ઘરમાં પૂજા પણ કરાવી પરંતુ પરિસ્થિતિ વધુ બગડી. આખરે આ પરિવારે ઢિંગલી વેચી નાખી.આ ભૂતિયા ઢિંગલી કેનેડાના બ્રિટિશ કોલોંમ્બિયાના ક્યૂસનેલ અને ડિસ્ટ્રિક્ટ મ્યુઝિયમમાં મુકવામાં આવેલ છે. જો તમે આ ઢિંગલીને સતત જોશો તો પરેશાન થઈ જશો. આ ભૂતિયા ઢિંગલીના માલિકને ઢિંગલીના રોવાના અવાજ સંભળાતા હતા તેથી તેણે આ ઢિંગલી દાનમાં આપી દીધી હતી. કહેવાય છે કે આ ઢિંગલી ઠંડી હવા માટે જાતે જ બારી ખોલી લેતી હતી.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...