Home /News /eye-catcher /મળો રિયલ ‘મોગલી' ગર્લને, 12 દિવસ ખુંખાર જંગલો વચ્ચે રહી, આજે પણ યાદ છે એ ખતરનાક દિવસો
મળો રિયલ ‘મોગલી' ગર્લને, 12 દિવસ ખુંખાર જંગલો વચ્ચે રહી, આજે પણ યાદ છે એ ખતરનાક દિવસો
કરીના ચિકિતોવા (Karina Chikitova) જ્યારે જંગલમાં ખોવાઈ ગઈ હતી ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષની હતી. (Credit- Sakha Republic Rescue Service)
Real life Mowgli Girl: કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે. 12 દિવસ જંગલી પ્રાણીઓ વચ્ચે રહ્યા બાદ પણ આ છોકરી હેમખેમ પાછી આવી. જ્યારે જંગલમાં ખોવાઈ ગઈ હતી ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષની હતી.
કોઈ જંગલમાં એકલું સર્વાઇવ (Survivor in a Jungle) કરવું સરળ વાત નથી. કરીના ચિકિતોવા (Karina Chikitova) નામની છોકરીએ જ્યારે સાઇબેરિયન જંગલમાં 12 દિવસ એકલા પસાર કર્યા અને પછી પાછી આવી ત્યારે દુનિયા માટે સમાચાર બની ચૂકી હતી. એક વાખત ફરી 11 વર્ષની ચિકિતોવા ચર્ચામાં છે કેમ કે તેણે યાકુત બેલે સ્કૂલ (Yakut Ballet School)માં આગળના અભ્યાસ માટે એડમિશન મેળવી લીધું છે.
કરીના ચિકિતોવા (Karina Chikitova)ને રિયલ લાઇફ મોગલી ગર્લ (Mowgli girl) કહેવામાં આવે છે કેમ કે તે જ્યારે જંગલમાં ખોવાઈ ગઈ હતી ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષની હતી. તેના પરિવારને પણ તે પાછી આવશે તેવી કોઈ અપેક્ષા ન હતી. જંગલમાં ખુંખાર જંગલી પ્રાણીઓ વચ્ચે રહીને છોકરીએ 12 દિવસ પસાર કર્યા. તે પરિવાર પાસે પાછી આવી ત્યારે તેને મોગલી ગર્લ નામ આપી દેવામાં આવ્યું.
કુતરાની પથારી ઉપર સૂતી હતી છોકરી
Daily Starની રિપોર્ટ મુજબ ચિકિતોવા 2014ની સાલમાં સાઇબેરિયન જંગલમાં ખોવાઈ ગઈ હતી. જ્યારે તે ગુમ થઈ હતી ત્યારે તેની સાથે પાળેલો ડોગ હતો. છોકરી જંગલમાં કુતરા સાથે ઘાસની પથારી ઉપર સુઈ જતી હતી અને ભૂખ લાગતી ત્યારે જંગલી જાંબુ ખાતી હતી. છોકરીને શોધવા માટે માતા પિતા અને રેસ્ક્યુ ટીમના સભ્યોએ 12 દિવસ સુધી જહેમત ઉઠાવી હતી. તેમને લાગવા માંડ્યુ હતું કે, આ ખતરનાક જંગલમાં આટલા દિવસો સુધીમાં તો છોકરીને કોઈ જંગલી પ્રાણીએ ખાઈ લીધું હશે.
છોકરીને શોધવામાં લાગેલી ટીમના મેમ્બર અર્ટો બોરિસોવેએ જણાવ્યું હતું કે, છોકરી મળી ત્યારે તે ઘાસ ઉપર બેઠી હતી. ચુપચાપ બેઠેલી છોકરીને પહોળા ઘાસ વચ્ચે જોવી પણ મુશ્કેલ હતી જોકે, તેણે પોતે જ મેમ્બર્સ તરફ જોયું અને ખાવા માટે કંઈક માંગ્યુ. તે ડરેલી હતી અને તેને મચ્છરોથી ઘેરાયેલી હતી. છોકરીનું વજન પણ ઓછી થઈ ચૂક્યું હતું અને તે રડી રહી હતી. જ્યારે તેની વાર્તા દુનિયા સામે આવી ત્યારે લોકોએ તેને મોગલી કહ્યું. હવે ચિકિતોવા 11 વર્ષની થઈ ચૂકી છે અને મોટી થઈને એક્ટ્રેસ બનવા માગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર