બે વર્ષની ટેણીની 'ખરાબ' ગિફ્ટ મળવાની ખુશી જોઈને તમે ખુશીથી ઝૂમી ઉઠશો

બે વર્ષની અરિયા.

આ વીડિયો ચાર દિવસ પહેલા જ ટ્વિટર પર મૂકવામાં આવ્યો હોવા છતાં બે કરોડથી વધારે લોકો તેને નિહાળી ચુક્યા છે.

 • Share this:
  જો કોઈ બાળકીને ક્રિસમસ પર 'મનગમતી' ગિફ્ટ મળી જાય તો કેટલી ખુશી થાય તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, ભેટ આપનારે સૌથી ખરાબ માનીને બાળકીને આ ગિફ્ટ આપી હતી. પરંતુ આ 'ખરાબ' ગિફ્ટ મેળવીને બાળકીને સૌથી વધારે ખુશી મળી હતી. જસ્ટિસ મોજિકાએ પોતાની બે વર્ષની દીકરી સાથે પ્રેન્ક (મજાક) કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વિચાર્યું કે તે તેની દીકરીને સૌથી ખરાબ ક્રિસમસ ગિફ્ટ તરીકે એક બનાના આપશે. જોકે, આ ખરાબ ગિફ્ટ મેળવીને તેની બે વર્ષની દીકરીનો ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.

  જસ્ટિસ મોજિકા LGND નામથી ટ્વિટર એકાઉન્ટ ધરાવે છે. તેણે આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. મોજિકાએ શુક્રવારે આ વીડિયો માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર મૂક્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વર્ષની નિર્દોષ અરિયા તેને મળેલી ગિફ્ટને ખોલી રહી છે. ક્રિસમસ મળેલી ગિફ્ટને જોઈને તેની ખુશીનો કોઈ પર નથી રહેતો.

  "બનાના!" ગિફ્ટ ખુલતા જ તેણી પોતાના બે હાથ ઉપર કરીને ખુશીથી બોલી ઉઠે છે. જે બાદમાં બાળકી ખુશીથી પોતાની માતાને કેળાની છાલ કાઢવાનું કહે છે.

  વીડિયો શેર કરતા મોજિકાએ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, "મેં મારી દીકરીને 'સૌથી ખરાબ' ક્રિસમસ ગિફ્ટ આપી હતી. જોકે, આ ગિફ્ટ પર તેણીની પ્રતિક્રિયા આવી આવશે તેવું મેં વિચાર્યું પણ ન હતું."

  આ વીડિયો ચાર દિવસ પહેલા જ ટ્વિટર પર મૂકવામાં આવ્યો હોવા છતાં બે કરોડથી વધારે લોકો તેને નિહાળી ચુક્યા છે. આ ઉપરાંત આ વીડિયોને 14 લાખથી વધારે લોકો Like કરી ચુક્યા છે. આ ઉપરાંત વીડિયો પર અઢળક કૉમેન્ટ્સ પણ આવી ચુકી છે.

  પોતાની બે વર્ષની દીકરીની ક્રિસમસ ગિફ્ટ પર પ્રતિક્રિયા મામલે યુએસ ટુડે સાથે વાતચીત કરતા મોજિકાએ કહ્યું કે, "મને ખબર ન હતી કે તે ગિફ્ટ જોઈને આટલી ઉત્સુક થઈ જશે. મેં તેને કૂકીઝ આપી હોય તો પણ તેણી ખુશીથી ઝૂમી ઉઠી હોત. તેને કેળા ખૂબ ભાવે છે."
  Published by:Vinod Zankhaliya
  First published: