લાશ લેવા માટે પરિવાર પહોંચ્યો શબઘર , થયું એવું કે પગ નીચેથી સરકી જમીન

શબઘરમાં રાખેલા મૃતદેહ પણ સલામત ન હોવાની એક ઘટના બની છે. જેને બેદરકારી કહો કે પછી શરમજનક હરકત કહો.

News18 Gujarati
Updated: July 11, 2018, 2:09 PM IST
લાશ લેવા માટે પરિવાર પહોંચ્યો શબઘર , થયું એવું કે પગ નીચેથી સરકી જમીન
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 11, 2018, 2:09 PM IST
શબઘરમાં રાખેલા મૃતદેહ પણ સલામત ન હોવાની એક ઘટના બની છે. જેને બેદરકારી કહો કે પછી શરમજનક હરકત કહો. મૃતદેહો સાચવવા માટે રાખવામાં આવેલો કર્મચારી એક રાત માટે પણ મૃતદેહને સાચવી ન શક્યો. મર્યા પછી પણ એ લાશ સાથે દર્દનાક કામ થયું હતું. જ્યારે પરિવારજનો મૃતદેહને લેવા માટે શબઘર પહોંચ્યા તો ત્યાનું દ્રશ્ય જોઇને પગ નીચેથી જમીન સરકી ગઇ.

શું બન્યું હતું લાશ સાથે?

વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે આ ઘટના મધ્ય પ્રદેશના ભોલમાં હમીદિયા હોસ્પિટલની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે રાત્રે બૈરાગઢમાં નિવૃત સેક્શન ઓફિસર જી.પી. ભદૌરિયાની પત્નીનું બીજા માળથી પડી જવાથી મોત થયું હતું. રાત્રે તેની લાશને હમીદિયા હોસ્પિટલમાં આવેલા શબઘરમાં રાખી હતી. સવારે જ્યારે પરિવારજનો મહિલાની લાશને લવા માટે આવ્યા તો જોયું તો મહિલાની આંખો કોતરી કાઢી હતી.

પરિવારજનોએ લગાવ્યો બેદરકારીનો આરોપ

આ દ્રશ્ય જોઇને પરિવારના સભ્યોએ હંગામો મચાવ્યો હતો અને કર્મચારીઓ ઉપર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, શબઘરમાં જ મૃતદેહોને સુરક્ષિત રાખી શકાતી નથી. જોકે, મૃતદેહોની દેખભાર રાખવા માટે કર્મચારીઓ હાજર હોય છે. આમ છતાં પણ આવી દુર્ઘટનાબને છે. જે શરમજનક છે. અમે મૃતદેહને લેવા માટે આવ્યા હતા પરંતુ ઉંદરોએ લાશની આંખો કોતરી ખાધી હતી. આનાથી વધારે બેદરકારીની વાત શું હોય.

જ્યારે ઉંદરોએ કોતરી ખાધી મહિલાની લાશને

આ પહેલા વર્ષ 2016માં આવી જ એક દર્દનાક ઘટના બની હતી. આ પહેલા મહિલાની લાશને ઉંદરોએ કોતરી ખાધી હતી. લાશ બે દિવસ સુધી શેડમાં પડી રહી હતી. આ દરમિયાન ઉંદરોએ લાશને પોતાનો ખોરાક બનાવ્યો હતો. આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા ઉપર પણ આ ઘટનાની વખોડી કાઢી હતી.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...