Home /News /eye-catcher /ચમત્કારિક જોડિયા બાળકો: એક બિમાર થાય તો બીજો પણ, એકનું હાડકું તૂટે તો બીજાનું પણ...
ચમત્કારિક જોડિયા બાળકો: એક બિમાર થાય તો બીજો પણ, એકનું હાડકું તૂટે તો બીજાનું પણ...
આમ તો તમે જોડિયા બાળકોની ચમત્કારિક સ્ટોરી ફિલ્મી પરદે ઘણી જોઇ હશે અને વાર્તાઓ પણ સાંભળી હશે, પરંતુ જો હકીકતમાં એવું જાણવા મળે તો અચંબિત થવાય એ સ્વાભાવિક છે. વાસ્તવમાં વાત કંઇક એવી જ છે.
આમ તો તમે જોડિયા બાળકોની ચમત્કારિક સ્ટોરી ફિલ્મી પરદે ઘણી જોઇ હશે અને વાર્તાઓ પણ સાંભળી હશે, પરંતુ જો હકીકતમાં એવું જાણવા મળે તો અચંબિત થવાય એ સ્વાભાવિક છે. વાસ્તવમાં વાત કંઇક એવી જ છે.
નવી દિલ્હી #આમ તો તમે જોડિયા બાળકોની ચમત્કારિક સ્ટોરી ફિલ્મી પરદે ઘણી જોઇ હશે અને વાર્તાઓ પણ સાંભળી હશે, પરંતુ જો હકીકતમાં એવું જાણવા મળે તો અચંબિત થવાય એ સ્વાભાવિક છે. વાસ્તવમાં વાત કંઇક એવી જ છે.
બિહારના દરભંગાના નવાદા ગામના રહેવાસી રુનમ દેવી પોતાના જોડિયા બાળકો લવ અને કુશને લઇને ઘણા ચિંતિત છે. રુનમ દેવીનું કહેવું છે કે, બંને બાળકોમાં જો કોઇ એકાદ પણ બીમાર થાય તો બીજો પણ બીમાર પડે છે. બંને બાળકોના આઠવાર હાથ તૂટી ચુક્યા છે. ગત જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી પાંચ વખત હાથ તૂટ્યો છે.
સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, એક બાળકનો હાથ તૂટે તો બીજાનો પણ હાથ તૂટે છે. નજીવી ઇજાથી પણ બાળકનું હાડકું તૂટે છે.
બંને બાળકોની સારવાર કરી રહેલા ઓર્થો સ્પેશિયાસ્ટ ડોક્ટર સી એન સર્રાફા પણ હેરાન છે. ડોક્ટરનું કહેવું છે કે, આ સવાલનો જવાબ મારી પાસે પણ નથી કે આવું કેમ થઇ રહ્યું છે.
જોડિયા બાળકોમાં ઘણી બાબતોને લઇને સમાનતા હોઇ શકે છે પરંતુ વાસ્તવમાં આવી ઘટના બને એ થોડું અચરજ પમાડે એમ છે. પરંતુ આ થઇ રહ્યું છે. આ એક રિસર્ચનો વિષય છે. બંને બાળકોની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી છે છતાં ડોક્ટરના મતે આ સવાલોનો કોઇ જવાબ જડતો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર