મામૂલી બંગાળી મહિલાએ મગજનો ઉપયોગ કરીને ઈસ્ટ ઈન્ડિયાને કંપનીને આપી હતી મ્હાત

મામૂલી બંગાળી મહિલાએ મગજનો ઉપયોગ કરીને ઈસ્ટ ઈન્ડિયાને કંપનીને આપી હતી મ્હાત
1840ના સમયની વાત છે. અંગ્રેજ સરકારે દેશ પર વ્યાપારિક નીતિઓ લાદી હતી. આ નીતિની અસર બંગાળ પર થઈ હતી. બ્રિટીશ સરકારે હુગલી નદીમાં માછલીઓ પકડવા પર ટેક્સ લગાવી દીધો હતો. ટેક્સ લગાવવાને કારણે માછીમારોની રોજીરોટી બંધ થઈ ગઈ હતી. અંગ્રેજો માની રહ્યા હતા કે માછલી પકડવાની જાળીને કારણે સ્ટીમરોને આવવા જવામાં મુશ્કેલી થાય છે. માછીમારો પાસે ભૂખ્યા મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. કેટલાક માછીમાર રાણી રાસમણી, જેમને બંગાળીમાં રાશમોની કહેવામાં આવે છે, તેમની પાસે મદદ માંગી હતી.

માછીમારોએ રાણી રાસમણીને ફરિયાદ કરીરાણી રાસમણીની હવેલી કોલકત્તા (તે સમયે કલકત્તા)ની વચ્ચોવચ્ચ બજારમાં હતી. માછીમારોએ રાણીને તમામ વાત જણાવી. માછીમારોએ રાણીને જણાવ્યું હતું કે તેઓ મદદ માટે કુલીન અને ખૂબ જ તાકાતવર ઉચ્ચ સમુદાય પાસે પણ ગયા હતા, પરંતુ અંગ્રેજો સાથે સંબંધ બગાડવાના ડરને કારણે તેમણે તેમને પરત મોકલી દીધા હતા.

રાણીએ મદદ માટે હા પાડી, પરંતુ સવાલ હતો કે કેવી રીતે કરવું?

વેપારમાં ખૂબ જ ચતુર બંગાળી વિધવા મહિલાએ ખૂબ જ અનોખો ઉપાય શોધ્યો. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને એક લીઝ કરી. આ લીઝ હેઠળ રાણીએ કંપનીને રૂ. 10 હજાર આપ્યા જેની બદલામાં તેમને હુગલી નદીના કિનારાનો 10 કિમી સુધીનો વિસ્તાર મળી ગયો. લીઝ પર લીધેલ આ કિનારો હુગલીનો સૌથી વ્યસ્ત વિસ્તાર હતો અને હવે તે રાણી રાસમણીનો હતો.

rani rasmani

લોઢાની વાડમાં આવીને માછલી પકડવાનું કહ્યું

આ બંગાળી મહિલાએ તેમના ભાગના કિનારા પર લોઢાની મોટી અને ખૂબ જ મજબૂત સાંકળ લગાવી દીધી અને જગ્યાને એવી રીતે બાંધી દીધી કે એક અલગ જગ્યા બની ગઈ હતી. રાણીએ માછીમારોને કહ્યું કે તે આ વાડામાં આવીને માછલીઓ પકડી શકે છે.

અંગ્રેજોની મુસીબત શરૂ થઈ

સ્ટીમર લઈને બિઝનેસ માટે આવતા જતા બ્રિટીશ વ્યાપારીઓને માછલી પકડવાની જાળને કારણે મુશ્કેલી થવા લાગી. કંપનીએ રાણી પાસે જવાબ માંગ્યો તો રાણીએ કંપની સાથે કરેલ કરારના દસ્તાવેજ રજૂ કર્યા. રાણીએ જણાવ્યું કે માછીમારોની આવક પર અસર થઈ રહી હોવાને કારણે તેમની આવક પર પણ અસર થતી હોવાથી તેઓ તે કામ તેમના વિસ્તાર માટે કરે છે.

rani rasmani

રાણી રાસમણી કોઈપણ પ્રકારે લોઢાની વાડ દૂર કરવા માટે તૈયાર નહોતા

રાણી રાસમણી સામે અંગ્રેજ સરકારે નમતુ મૂકવું પડ્યું હતું. અંગ્રેજોને ખ્યાલ આવી ગયો હતો કે રાણીએ લીઝનું નાટક માછીમારોને મદદ કરવા માટે કર્યું હતું. અંગ્રેજ સરકારે હુગલીમાં માછલી પકડવા પર લગાવેલ ટેક્સ સંપૂર્ણપણે દૂર કર્યો. ધ હિંદૂમાં આ સમગ્ર બાબતનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે એક વિધવા અને નીચલી જાતિમાંથી આવનાર મહિલાએ તેની સૂઝબૂઝથી અંગ્રેજોની નીતિને હરાવી હતી.

રાણી રાસમણિની કહાની ખૂબ જ રસપ્રદ છે. 28 સપ્ટેમ્બર 1793ના રોજ કેવટ સમુદાયમાં જન્મેલ રાસમણીના માતા-પિતા પણ માછલી પકડવાનું કાર્ય કરતા હતા. તે સમયે બંગાળી સમુદાયમાં આ સમુદાયને ખાસ માન મળતું નહોતું, તેમની સાથે ઉઠવા બેસવાનો પણ હક નહોતો.

રાસમણીએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

રાસમણી જ્યારે 7 વર્ષના હતા, ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. 11 વર્ષની ઉંમરે લગ્ન કરીને જે ઘરમાં તેઓ ગયા હતા ત્યાં તેઓ ત્રીજી પત્ની હતા. પારિવારિક સમસ્યાનો પણ સામનો કર્યો છે. તેમના પતિ બાબૂ રાજચંદ્ર દાસ તેમની ઉંમરથી ઘણા જ મોટા હતા. રાસમણીના પતિ જમીનદાર હોવાના કારણે લગ્ન બાદ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો. બાબૂ રાજચંદ્ર દાસે રાસમણીની વ્યાપારીક સૂઝબૂઝ જોઈને તેમને વ્યાપારમાં શામેલ કરી લીધા.

rani rasmani

પતિના મૃત્યુ બાદ હાર નહોતી માની

પતિ-પત્ની સાથે મળીને અનેક વ્યાપારિક સમજૂતી કરતા હતા, પરંતુ તેમનો આ સાથ વધુ સમય ટકી શક્યો નહીં અને તેમના પતિ બાબૂ રાજચંદ્ર દાસનું મૃત્યુ થયું. તે સમયે રાસમણિએ વિધવા સ્ત્રીઓની જેમ સતી થવાની અથવા ઘરે બેસવાની જગ્યાએ રાસમણિએ સંપત્તિની દેખરેખ રાખવાની અને તેને આગળ વધારવાની જવાબદારી માથે લીધી.

સમાજ સુધારાના કાર્ય કર્યા

રાણી રાસમણીએ કોલકત્તામાં પાકા ઘાટ બનાવડાવ્યા, રસ્તાઓ અને બાગ બગીચાનું નિર્માણ કરાવ્યું. રાણીને બે કારણોસર સૌથી વધુ યાદ કરવામાં આવે છે. તેમણે પ્રેસિડેન્સી કૉલેજ (તે સમયે હિંદુ કૉલેજ)ની શરૂઆત માટે મોટી રકમનું દાન કર્યું હતું તથા અનેક શાળા કોલેજમાં પણ મોટી રકમ દાનમાં આપી હતી.

દક્ષિણેશ્વર કાળી મંદિરનું નિર્માણ

રાણી રાસમણીએ દક્ષિણેશ્વર કાળી મંદિરનું નિર્માણ કરાવ્યું. રાણી રાસમણી નીચલી જાતિના હોવાના કારણે રાણીએ બનાવેલ મંદિરમાં કોઈ પૂજારી આવવા માટે તૈયાર નહોતા. ત્યાર બાદ રામકૃષ્ણ પરમહંસ આ મંદિરના પૂજારી બન્યા હતા. ફેબ્રુઆરી 1861ના રોજ રાણી રાસમણીનું મૃત્યું થયું. કાળી મંદિરના નિર્માણ અને તેમની સૂઝબૂઝના કારણે રાણી રાસમણીને કોલકત્તામાં અવારનવાર યાદ કરવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:Invalid date

ટૉપ ન્યૂઝ