શાબાશ આમિર હુસેન! બંને હાથ નથી છતાં કરે છે આક્રમક બેટિંગ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના આમિર હસૈનને બંને હાથ નથી છતાં પણ માત્ર આક્રમક બેટિંગ જ નહીં પગથી તોફાની બોલિંગ કરીને બેટ્સમેનોના છક્કા છોડી દે છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના આમિર હસૈનને બંને હાથ નથી છતાં પણ માત્ર આક્રમક બેટિંગ જ નહીં પગથી તોફાની બોલિંગ કરીને બેટ્સમેનોના છક્કા છોડી દે છે.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના અનંતનાગના આમિર હસૈનને બંને હાથ નથી છતાં પણ માત્ર આક્રમક બેટિંગ જ નહીં પગથી તોફાની બોલિંગ કરીને બેટ્સમેનોના છક્કા છોડી દે છે. 26 વર્ષના આમિર તેમની આ જ ખુબિઓના કારણે ભારતીય પૈરા ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે. તેઓ પૈરા ટી-20 સીરીઝમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત માટે રમશે. બાંગ્લાદેશ સિરિઝમાં પહેલાં રાચીના એક સ્કૂલમાં પૈરા ક્રિકેટ ટીમમાં કેમ્પ લાગ્યો હતો. જેમાં આમિરને ગરદનમાં બેટ ફસાવીને બેટિંગ અને પગથી બોલિંગ કરતા જોઇને બધા દંગ રહી ગયા હતા.

  છ વર્ષનો હતો ત્યારે ગુમાવ્યા હતા બંને હાથ

  આમિર હુસૈનની ક્રિકેટર બનવાનું કહાની પણ ખુબજ દિલચસ્પ છે. આમિરના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે તેમનું જેકેટ આરી મશીનમાં ફસાયું હતું. જેથી બંને હાથ કપવા પડ્યા હતા. ત્યારે જિંદગી અસહાય લાગવા લાગી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે તેને ક્રિકેટનો શોખ થયો. પાવડાને બેટ બનાવીને દાદી પાસે બોલ ફેંકાવતો હતો.

  વિવિધ રાજ્યો તરફથી રમી ચૂક્યો છે આમિર

  આમિરને આવી રીતે ક્રિકેટ રમતા જોઇને ગામના એક વ્યક્તિએ તેને દિવ્યાંગ ટીમમાં સામેલ કર્યો હતો. અહીંથી તેના ક્રિકેટની સફર શરૂ થઇ હતી. કેટલાક વર્ષ પછી તે જમ્મુ કાશ્મીર દિવ્યાંગ ટીમનો કેપ્ટન બની ગયો. આ દરમિયાન ભારતીય પૈરા ફેડરેશનને સંપર્ક સાધ્યો અને તે દિલ્હી આવી ગયો. તે દિલ્હીની સાથે પંજાબ, હરિણાયા અને લખનઉમાં પણ રમ્યો હતો. તેના પર્ફોમન્સને જોઇને ભારતીય પૈરા ટીમે તેની પસંદગી કરી હતી. હવે તેઓ બાંગ્લાદેશ સામે ભારત તરફથી રમવા માટે તૈયાર છે.

  દેશ માટે રમવું એ આમિર માટે સૌથી મોટી સફળતા

  આમિરના જણાવ્યા પ્રમાણે આ સફળતા તેના જીવવની સૈથી મોટી સફળતા છે. તે દેશ દે માટે રમી રહ્યો છે. આમિરે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની હાલત બગડેલી છે. જ્યારે નવયુવકોને રોજગાર નહીં મળે તો તે ઉંધા રસ્તે જશે. જો કાશ્મીરમાં રોજગારી મળે તો અમન-ચેન જાતે જ આવી જશે. તમામ મુશ્કેલીઓ વચ્ચે આમિરે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે.
  Published by:Ankit Patel
  First published: