વિદાય સમયે જ આવી પહોંચ્યો દુલ્હનનો પ્રેમી, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

News18 Gujarati
Updated: May 14, 2019, 4:23 PM IST
વિદાય સમયે જ આવી પહોંચ્યો દુલ્હનનો પ્રેમી, સર્જાયા ફિલ્મી દ્રશ્યો
કન્યાએ તેના બોયફ્રેન્ડના આ કામ પર કોઇ વિરોધ કર્યો નથી.

ઝારખંડના ખૂંટી જિલ્લામાં એક છોકરીના લગ્ન રાજધાની રાંચીના એક છોકરા સાથે થયાં. છોકરો ધૂમ ધામથી લગ્ન કરી કન્યાને તેના ઘરે લઇ જઇ રહ્યો હતો.

  • Share this:
ઝારખંડના ખૂંટી જિલ્લામાં એક છોકરીના લગ્ન રાજધાની રાંચીના એક છોકરા સાથે થયાં. છોકરો ધૂમ ધામથી લગ્ન કરી કન્યાને તેના ઘરે લઇ જઇ રહ્યો હતો. બન્ને પરિવારો ખૂબ જ ખુશ નજર આવી રહ્યાં હતા. કાર શરુ થઇ ગઇ, પરંતુ રસ્તામાં નવદંપતિ વચ્ચે એ આવી ગયો. એ એટલે કે દુલ્હનનો પ્રેમી. તેમના સાથીએ સાથે મળીને વરરાજા અને જાનૈયાઓ સાથે મારપીટ કરી અને દુલ્હનને લઇને ત્યાથી ભાગી ગયા.

એવું કહેવામાં આવ્યું છે કે કન્યાએ તેના બોયફ્રેન્ડના આ કામ પર કોઇ વિરોધ કર્યો નથી. આ છોકરી ધુર્વા પોલીસ સ્ટેશન નજીક નગડી લાવેદની રહેવાસી છે, જે છોકરા સાથે તેણીના લગ્ન થયા હતા તે ખૂંટીનો બતાવવામાં આવી રહ્યો છે. દુલ્હાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં છોકરાના પરિવારોએ કહ્યું કે આ છોકરીની સંહમતિ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતુ, જે તેના પ્રેમી અને સાથી મિત્રોએ એક સાથે આ કામ કર્યું હતું. આ ઘટનામાં છોકરીનો બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ વરરાજા સહિત અનેક લોકો સાથે મારપીટ કરી હતી. આ ઘટના હાઈકોર્ટની નજીક જ બની હતી. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે છોકરીનો બોયફ્રેન્ડ અને તેના અનેક મિત્રો પહેલેથી જ ત્યાં રાહ જોતા હતા.

જાન જ્યારે તે સ્થળ પર પહોંચી ત્યારે છોકરીનો પ્રેમી અને તેના મિત્રોએ કારને રોકીને તમામ મળીને જાનૈયા અને દુલ્હા પર હુમલો કર્યો. મારપીટના ચક્કરમાં કોઇને ખબર પણ ન પડી કે તેઓ ક્યારે દુલ્હનને લઇને ભાગી ગયા. પોલીસે કહ્યું કે આ કેસની તપાસ થઈ રહી છે.
First published: May 14, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading