રમઝાન સ્પેશિયલ: દુનિયાની સૌથી સુંદર અને ઐતિહાસિક મસ્જિદો, આવી છે ખાસિયત

શેખ જાયદ મસ્જિદમાં 82 ગુંબજ છે Image/Shutterstock

દુનિયામાં એવી ઘણી મસ્જિદ છે જે ઇસ્લામી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. સુંદર મસ્જિદો ઈસ્લામિક ધર્મસ્થળ હોવાની સાથે સાથે આગવી બનાવટ આર્કિટેક્ચર અને કલાની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ માનવામાં આવે છે. આજે આપણે વિશ્વની સૌથી ખૂબસૂરત અને ઐતિહાસિક મસ્જિદો અંગે જાણીશું. જે દુનિયાના વિભિન્ન દેશોમાં બનાવવામાં આવી છે.

  • Share this:
મુસલમાનો માટે મસ્જિદ પવિત્ર સ્થળ છે. પ્રાર્થના માટેની જગ્યા છે. આ સ્થળે મુસલમાનો એકત્ર થઈ એકસાથે અલ્લાહની ઈબાદત કરે છે અને નમાજ પઢે છે. દુનિયામાં એવી ઘણી મસ્જિદ છે જે ઇસ્લામી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. સુંદર મસ્જિદો ઈસ્લામિક ધર્મસ્થળ હોવાની સાથે સાથે આગવી બનાવટ આર્કિટેક્ચર અને કલાની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ માનવામાં આવે છે. આજે આપણે વિશ્વની સૌથી ખૂબસૂરત અને ઐતિહાસિક મસ્જિદો અંગે જાણીશું. જે દુનિયાના વિભિન્ન દેશોમાં બનાવવામાં આવી છે.

મસ્જિદ એ નબવી- કાબા શરીફ બાદ મસ્જિદ નબવી મુસલમાનો માટે સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થાન છે. મસ્જિદ એ નબવીનું નિર્માણ કાર્યની શરૂઆત 18 રબી ઉલ અવ્વલ સન 1 હિજરીમાં થઈ હતી. હુજુરે અકરમે મદીના હિજરતના તુરંત બાદ આ મસ્જિદના નિર્માણનો આદેશ આપ્યો હતો. પોતે પણ નિર્માણ પ્રક્રિયાનો ભાગ બન્યા હતા. મસ્જિદની દીવાલો પથ્થર અને ઈંટોથી અને છત લાકાળથી બનેલી છે.

નિલી મસ્જિદ- તુર્કીના ઇસ્તંબુલને ખૂબસૂરત મસ્જિદનું સીટી કહેવામાં આવે છે. જ્યાં નિલી (વાદળી) મસ્જિદ આવેલી છે. આ મસ્જિદના છ મિનારા સોયા જેવા દેખાય છે. જેનાથી મસ્જિદની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. મસ્જિદનું નિર્માણ 1609 અને 1616 વચ્ચે થયું હતું. ઓટોમન શાસક અહેમદ પ્રથમે તેનું નિર્માણ કરાવ્યું હતું. મસ્જિદની ચારેતરફ વાદળી ટાઇલ્સ લગાવવામાં આવી છે. માટે જ તેને નીલી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે.

Image/Shutterstock


શેખ જાયદ મસ્જિદ- સંયુક્ત આરબ અમીરાતમાં આ મસ્જીદ આવેલી છે. તેની ખુબસુરતી સારી છે. આ મસ્જિદમાં 82 ગુંબજનું નિર્માણ કરવામાં આવ્યું છે. મસ્જિદને સોનાના પાણી ચડેલા ઝુમ્મરથી શણગારવામાં આવી છે. આ મસ્જિદમાં વિશ્વની સૌથી મોટી હાથબનાવટ કાર્પેટ અને હોલમાં સૌથી મોટો ઝુમ્મર નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્જિદની અંદર સુંદર તળાવ બનાવવામાં આવ્યા છે. જે મસ્જિદની સુંદરતામાં વધુ વધારો કરે છે.

જામા મસ્જિદ- મસ્જિદ જહનુમા જામા મસ્જિદ તરીકે જ પ્રખ્યાત છે. તે દેશની રાજધાની દિલ્હીની સૌથી મહત્વપૂર્ણ મસ્જિદ છે. જામા મસ્જિદ મોગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવી હતી. મસ્જિદનું નિર્માણ 1656માં થયું હતું. તે ભારતની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત મસ્જિદોમાંની એક છે. 25,000થી વધુ નમાઝીઓને મસ્જિદના આંગણામાં એકસાથે મળીને નમાજ પઢી શકે છે.

મોહમ્મદ અલી મસ્જિદ-  ઇજિપ્તની રાજધાની કૈરોમાં મુહમ્મદ અલી મસ્જિદ આવેલી છે. તે કૈરોની સૌથી પ્રખ્યાત મસ્જિદો પૈકીની એક છે. શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ મસ્જિદને નિહાળવાને અગ્રતા આપે છે. આ મસ્જિદ 1830થી 1848ની વચ્ચે બનાવવામાં આવી હતી.
First published: