એક બકરીના કારણે ઉડી પોલીસની ઊંઘ, BJP સાંસદ પણ પરેશાન

News18 Gujarati
Updated: July 5, 2019, 6:48 PM IST
એક બકરીના કારણે ઉડી પોલીસની ઊંઘ, BJP સાંસદ પણ પરેશાન
બકરીને શોધવા પોલીસ કામે લાગી

આ બકરી કોઈ મોટા નેતાની નથી પરંતુ એક સામાન્ય આદીવાસી યુવકની છે. પોલીસની ઊંઘ એટલા માટે હરામ થઈ છે કારણ કે...

  • Share this:
છત્તીસગઢના રાજનાંદગાંવની પોલીસ હાલમાં એક બકરીની શોધમાં લાગી છે. પોલીસે બકરીની શોધ માટે પોતાના ખબરીઓને પણ કામે લગાડી દીધા છે. રાજનાંદગાંવના એક પોલીસ સ્ટેસનની પોલીસ માટે એક બકરીને શોધવી પડકાર બની ગયો છે. આ બકરીના કારણે બીજેપીના સાંસદની ચિંતા પણ વધી ગઈ છે. સાંસદ પણ બકરીને લઈ પરેશાન છે. છત્તીસગઢના મુખ્ય સમાચારપત્રોમાં આ સમાચારને નવી દુનીયાના શુક્રવારના અંકમાં પ્રમુખતાથી પ્રકાશીત કરવામાં આવ્યા છે.

નવી દુનિયાએ લખ્યું છે, ઉત્તર પ્રદેશમાં તત્કાલીન સમાજવાદી પાર્ટીની સરકારમાં મોટા મંત્રી રહેલા આઝમ ખાનની ચોરી થયેલી ભેંસની શોધમાં પોલીસની ઊંઘ હરામ થયાના સમાચાર ચર્ચામાં આવ્યા હતા, આજ રીતે છત્તીસગઢમાં પણ એક બકરીની શોધ ચર્ચામાં આવી છે. ફરક બસ એટલો છે કે, આ બકરી કોઈ મોટા નેતાની નથી પરંતુ એક સામાન્ય આદીવાસી યુવકની છે. પોલીસની ઊંઘ એટલા માટે હરામ થઈ છે કારણ કે, બકરીની શોધ કેટલે પહોંચી તેની તપાસ ભાજપાના સાંસદ રોજ પોલીસ સ્ટેશનમાં ફોન કરી લઈ રહ્યા છે.

એક મહિનાથી ગુમ છે બકરી

ઉલ્લેખનીય છે કે, રાજનાંદગાંવ જીલ્લાના સોમની પોલીસ સ્ટેશન વિસ્તારના ઈંદરવાની ગામનો રહેવાસી આદીવાસી સમાજનો યુવક કુશલ ધનકરની બકરી ચોરી થઈ છે. યુવકે પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કોઈ કાર્યવાહી ન થઈ તો, એસપી સુધી ફરિયાદ લઈ પહોંચ્યો. આ બધુ કરવામાં એક મહિનો વીતી ગયો, પરંતુ બકરી નથી મળી.

સાંસદે લીધો રસ
યુવકે આ મામલે સંતોષ કારક કામગીરી ન લાગતા રાજનાંદગાંવ સીટના સાંસદ સંતોષ પાંડેને ફોન કર્યો અને બકરીની શોધ કરવવાની ફરિયાદ કરી. સાંસદ પણ શું કરે. રોજ સવારે પાંચ વાગે બકરીનો માલિક તેમને ફોન કરે અને બકરી નથી મળી તેવી ફરિયાદ કરતો. સાંસદે પણ પોલીસ સ્ટેશન ફોન કરી બકરી ચોરીની ફરિયાદ નોંધવાનો અને તેને શોધવાની ભલામણ કરી. હવે પોલીસ ઈન્સપેક્ટરની ઊંઘ બકરીએ ઉડાડી દીધી. બકરીનો માલિક રોજ સાંસદને ફોન કરે છે અને સાંસદ રોજ પોલીસ સ્ટેશન ફોન કરે છે. બકરી ચોરીની પરિયાદ કરનાર યુવકની કહાની પણ રસપ્રદ છે.લોકસભા ચૂંટણીમાં થઈ હતી મુલાકાત
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજનાંદગાંવ સાંસદ સંતોષ પાંડે સાથે બકરીના માલિકને મુલાકાત થઈ હતી. પ્રચાર દરમિયાન પાંડેએ તેને પોતાનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો. હવે પાંડે ચૂંટણી જીત્યા અને સાંસદ પણ બની ગયા.

સંસદમાં જ્યારે સંતોષ પાંડેને શપથ લેતા બકરીના માલિક કુશલ ધનકરે જોયા તો, તેની આશા જાગી. તેણે સંતોષ પાંડેને ફોન લગાવ્યો, પહેલા શુભકામના પાઠવી, પછી પોતાની બકરી ચોરીની ચિંતા વ્યક્ત કરી. આ મુદ્દે પાંડેએ આશ્વાસન આપ્યું કે તે કઈંક કરશે. પછી શું થયું, આ યુવક રોજ સવારે પાંચ વાગ્યે ફોન કરવા લાગ્યો. રોજ આવતા ફોનના કારણે પાંડેએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી બકરી શોધવા કહ્યું.

આઠ હજારની છે બકરી
યુવકની ગુમ થયેલી બકરીની કિંમત આઠ હજાર રૂપિયા બતાવવામાં આવી રહી છે. આ બકરીને શોધવા માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામે લાગી ગયો છે. યુવકના ગામની આસપાસ એક એસઆઈ અને બે કોન્સ્ટેબલે પાંચથી આટ દિવસ પૂછતાછ કરી અને બકરીને શોધવાનો પ્રયાસ કર્યો. સાંસદ સંતોષ પાંડેએ જણાવ્યું કે, હવે પીડિત યુવકની બકરી નહીં મળવા પર કઈંક વળતરની માંગ કરી રહ્યો છે. પોલીસને બકરીની શોધ ચાલુ રાખવાનું કહ્યું છે.
First published: July 5, 2019, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading