અહીંયા છે સાસુ-વહુનું મંદિર, પણ નથી થતી પૂજા

News18 Gujarati
Updated: April 17, 2019, 3:18 PM IST
અહીંયા છે સાસુ-વહુનું મંદિર, પણ નથી થતી પૂજા
આ મંદિરની દીવાલો પર રામાયણની ઘટનાઓ કોતરાઈ છે. મંદિરના એક મંચ પર ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુની છબી કોતરેલી છે.

આ મંદિરની દીવાલો પર રામાયણની ઘટનાઓ કોતરાઈ છે. મંદિરના એક મંચ પર ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુની છબી કોતરેલી છે.

  • Share this:
તમે વિષ્ણુ ભગવાનના મંદિર તો ઘણા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાસુ-વહુનું મંદિર જોયું છે. આવું જ એક વિચિત્ર મંદિર છે સાસુ-વહુનું મંદિર. જી હાં, સાંભળીને જ વિચિત્ર લાગ્યુ ને, મંદિરની રચના પણ વિચિત્ર છે. તો ચાલો જાણીએ મંદિર વિશેની રસપ્રદ વાતો.

રાજસ્થાનના ઉદેપુરથી 23 કિલોમીટર દૂર આવેલા નાગડા ગામમાં આ મંદિર બનેલું છે. આ મંદિર ભગવાના વિષ્ણુને સમર્પિત છે. મંદિરની દિવાલોને રામાયણની વિવિધ ઘટનાઓ સાથે સજાવવામાં આવ્યું છે. મૂર્તિઓને બે તબક્કામાં એવી રીતે ગોઠવવામાં આવી છે કે એક-બીજા સાથે ઘેરાયેલી રહે છે.

આ મંદિરની દીવાલો પર રામાયણની ઘટનાઓ કોતરાઈ છે. મંદિરના એક મંચ પર ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુની છબી કોતરેલી છે. તો બીજા મંચ પર ભગવાન રામ, બલરામ અને પરશુરામના ચિત્રો છે. સાસુ-વહુના આ મંદિરમાં એક સ્ટેજ પર ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ફોટો ખોદેલા છે, રાજઘરાનાની રાજમાતાએ અહીંયા ભગવાન વિષ્ણનું મંદિર અને વહુએ શેષનાગના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

1100 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ રાજા મહિપાલ અને રત્નપાલે કરાવ્યું હતું. સાસુ-વહુના આ મંદિરમાં પ્રવેશ દ્વારા પર બનેલી છત પર મહાભારતની પૂરી કથા અંકિત છે.જો કે આજે બંને મંદિરોની ગર્ભગૃહોમાંથી દેવ પ્રતિમાઓ ગુમ છે.

સાસુ-વહુના આ મંદિરમા ભગવાન વિષ્ણુની 32 મીટર ઊંચી અને 22 મીટર પહોળઈ છે. આ પ્રતિમા સૌ ભુજાઓથી યુક્ત છે, એટલા માટે આ મંદિરને સહસ્ત્રબાહુ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

સાસુ-વહુના આ મંદિરોની આસપાસ મેલાડ રાજવંશની સ્થાપના થઇ હતી. કહેવાય છે કે દુર્ગ પર જ્યારે મુગલોએ કબ્જો કરી લીધો હતો તો સાસુ-વહુના આ મંદિરને ચૂનો અને રેતીથી ભરીને બંધ કરાવી દીધું હતું. જો કે બાદમાં જ્યારે અંગ્રેજોએ દુર્ગ પર કબ્જો કર્યો ત્યારે ફરીથી આ મંદિરને ખોલવામાં આવ્યું.

રાજાએ પત્ની અને વહુ માટે બનાવ્યું હતું મંદિર
ઈતિહાસ કહે છે કે આ મંદિર સાસુ વહુનું મંદિર નથી કે નથી અહીં કોઈ સાસુ-વહુની પૂજા થતી. પરંતુ કચ્છવાહા વંશના રાજા મહિપાલે પોતાની પત્ની અને પુત્રવધુ માટે આ મંદિર બનાવ્યું હતું. તેમના પત્ની ભગવાન વિષ્ણુના ભક્ત હતા. પરિણામે તેમણે પૂજા અર્ચના માટે ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું અને નામ રાખ્યું સહસ્ત્રબાહુ મંદિર. કેટલાક વર્ષો બાદ તેમના પુત્રના લગ્ન થયા અને તેમની પત્ની ભગવાન શિવની પૂજા કરતી હતી. તો રાજાએ પુત્રવધુ માટે ત્યાં જ ભગવાન શિવનું મંદિર બનાવી દીધું. બાદમાં બંને મંદિર સહસ્ત્રબાહુ તરીકે ઓળખાયું.
First published: April 17, 2019, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading