હાઈટેક ચોરીઃ રાજસ્થાનમાં પરીક્ષામાં ચોરી કરવા વિદ્યાર્થીઓએ ખરીદ્યા 6 લાખના બ્લૂટૂથ ચપ્પલ

બ્લૂટૂથ ચપ્પલ

Viral News: 31,000 સરકારી સ્કૂલોની પોસ્ટ માટે 16 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • Share this:
ભારતીયોને જુગાડ કરવામાં વિશ્વનો કોઇ દેશ ટક્કર ન આપી શકે. સમસ્યા ભલે ગમે તે હોય, સમાધાન માટે કોઇને કોઇ જુગાડ તો આપણે કરી જ લઇએ છીએ. પછી કોઇ બાઈક બનાવવાનો જુગાડ હોય કે પરીક્ષામાં ચોરી કરવાનો, આપણા લોકો પાસે દરેક સમસ્યા માટે એક જુગાડ નક્કી હોય છે. આજકાલ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી માટે અનેક નવી તરકીબો શાધી કાઢે છે, જેને જોઇને આપણે એક ક્ષણ માટે વિચારીમાં પડી જઈએ છીએ.

તેવામાં પરીક્ષામાં ચોરીનો એક આવો જ ચકચારી કેસ રાજસ્થાનમાં સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર બ્લૂટૂથ ચપ્પલ વેચવાના કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગત રવિવારે રાજસ્થાનમાં ટીચર્સ એલિજીબિલિટી પરીક્ષા લેવામાં આવી હતી, અજમેર સેન્ટર પર વિદ્યાર્થીની હરકતો જોઇને પોલીસ શંકા થઇ અને હાઇટેક ચોરીનો આ મામલો સામે આવ્યો. રાજસ્થાન પોલીસે એક મહિલા સહિત 5ની ધરપકડ કરી છે.

બ્લૂટૂથ ચપ્પલ પહેરી આવ્યો પરીક્ષા આપવા

અજમેરની આચાર્ય શ્રી ધરમ સાગર દિગંબર જૈન સેકડંરી મીડિયમ સ્કૂલ સેન્ટર પર REETની પરીક્ષા યોજાઇ હતી. જ્યાં 28 વર્ષીય ગણેશ રામ ઢાકા બ્લૂટૂથ ચપ્પલ પહેરીને પરીક્ષા આપવા આવ્યો હતો. પોલીસે તેને પૂછપરછ કરી અને જાણવા મળ્યુ કે, ચપ્પલમાં ફોન અને બ્લૂટૂથ છે.

બ્લૂટૂથ ચપ્પલ


પોલીસ અધિકારી રતનલાલ ભાર્ગવે જણાવ્યું કે, “આ ચપ્પલ એવા છે કે તેની અંદર ફોન અને બ્લૂટૂથ ડિવાઇસ છે. પરીક્ષાર્થીના કાનમાં એક ડિવાઇસ હતું અને કોઇ તેની બહારથી મદદ કરી રહ્યું હતું.” બિકાનેર પોલીસે તમામની ઓળખ કરી લીધી છે, મદનલાલ, ત્રિલોકચંદ, ઓમપ્રકાશ, ગોપાલ કૃષ્ણ અને કિરણ. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

REETની પરીક્ષામાં ચીટિંગ રોકવા માટે રાજસ્થાનમાં 12 કલાક માટે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. 31,000 સરકારી સ્કૂલોની પોસ્ટ માટે 16 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

6 લાખમાં વેચાયુ એક ચપ્પલ

પ્રાપ્ત અહેવાલો અનુસાર ચોરી કરાવવા માટે આ એક ચપ્પલ 6 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. ડિવાઇસ લગાવેલી આ ચપ્પલ 25 લોકોને વેચવાની વાત સામે આવી છે. પોલીસે આ ચપ્પલ સહિત ઘણા મોબાઇલ અને સિમ પણ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો - UKની આ મહિલા 10 કરોડની બચત સાથે માત્ર 35 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ, જાણો કેવી રીતે

અનેક જીલ્લાઓમાં બન્યા ચોરીના કિસ્સા

રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલ પરીક્ષા 33 જીલ્લામાં સ્થાપિત 3993 કેન્દ્રો પર બે ભાગમાં યોજાઇ હતી. તેના માટે 16.51 લાખી ઉમેદવારોએ નોંધણી કરી હતી. દૌસા અન જયપુર ગ્રામીણમાં પોલીસે ચાર અને આઠ ડમી ઉમેદવારોની ધરપકડ કરી અને બિકાનેર, અજમેર, પ્રતાપગઢ, સીકર, ભરતપુર અને જોધપુરમાં કોપી કેસ સહિત ઘણા ચોરીના કિસ્સાઓ સામે આવ્યા હતા.
First published: