Home /News /eye-catcher /પરિવારમાં 35 વર્ષે દીકરીનો જન્મ થતા પિતાએ દીકરીને ઘરે લાવવા હેલિકોપ્ટર ભાડે રાખ્યું!

પરિવારમાં 35 વર્ષે દીકરીનો જન્મ થતા પિતાએ દીકરીને ઘરે લાવવા હેલિકોપ્ટર ભાડે રાખ્યું!

પિતા દીકરીને હેલિકોપ્ટરમાં ઘરે લાવ્યા.

ખુશખુશાલ પિતાએ દીકરી જન્મની ઉજવણીને ભવ્ય બનાવવા માટે હેલિકોપ્ટર ભાડે રાખવા સહિતના આયોજન ઘડી કાઢ્યા હતા, જેમાં રૂ. 4.5 લાખનો ખર્ચ કર્યો હતો.

    જયપુર: દેશમાં ઘણા લોકો એવા છે જે આજે પણ દીકરીને ભાર માને છે, પરંતુ ઘણા પરિવારો દીકરીના જન્મને ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં નિમ્બડી ચાંડાવાતા ગામમાં એક પરિવeરે દીકરીના જન્મ બાદ કરેલી ઉજવણીએ આખા દેશમાં ચર્ચા જગાવી છે. પરિવારે દીકરીને હેલિકોપ્ટર દ્વારા ઘરે લઈ આવવાનું આયોજન કર્યું હતું. દીકરીને ઘર સુધી બેન્ડ બાજા સાથે લાવવામાં આવી હતી. ઘર સુધીના આખા રસ્તાને ગુલાબથી ઢાંકી દેવાયો હતો.

    ઘણા લોકો પરિવારમાં દીકરાના જન્મ માટે માનતા રાખતા હોય છે. પરંતુ ઘણા પરિવારો એવા પણ છે કે, જેઓ દીકરીના જન્મની કાગડોળે રાહ જુએ છે. આવા જ એક પરિવારમાં 35 વર્ષ પછી પુત્રીનો જન્મ થયો હતો. આથી ખુશખુશાલ પિતાએ ઉજવણીને ભવ્ય બનાવવા માટે હેલિકોપ્ટર ભાડે રાખવા સહિતના આયોજન ઘડી કાઢ્યા હતા. જેમાં રૂ. 4.5 લાખનો ખર્ચ કર્યો હતો.

    આ પણ વાંચો: લાલચુ નર્સ! દર્દીને સાદુ ઇન્જેક્શન આપી રેમડેસિવીર ચોરી લેતી હતી, બૉયફ્રેન્ડ આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચતો!

    આ ઉજવણીમાં અનેક ગ્રામજનો જોડાયા હતા. હેલિકોપ્ટર જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા. દીકરીનો જન્મ બે મહિના પહેલા તેના નાનાના ઘરે થયો હતો. ત્યાર બાદ તેને રામનવમીના શુભ દિવસે તેના પિતાના ગામે લઈ આવ્યા હતી. આ તકે ગ્રામજનોએ ભજન ગાયા હતા. બાળક અને તેની માતા પર પુષ્પવર્ષા કરી હતી.

    આ પણ વાંચો: દેશમાં કોરોનાથી એક જ દિવસમાં 2,634 લોકોનાં મોત, એક્વિટ કેસ વધીને 25.52 લાખ થયા

    નોંધનીય છે કે, બાળકીના દાદા મદનલાલ કુમ્હરે બાળકીને હેલિકોપ્ટરમાં ઘરે લાવવાનું નક્કી કર્યું. તે માટે જિલ્લા કલેક્ટરની પરવાનગી મેળવી હતી. તેમજ તેના માતૃપક્ષ અને પિતાના ગામોમાં હેલિપેડ બનાવવાનું નક્કી કર્યું હતું.

    આ પણ વાંચો: અભ્યાસમાં દાવો- કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોત અને ગંભીર બીમારીનું જોખમ વધારે

    હેલિકોપ્ટરથી બંને ગામ વચ્ચેનું 30 કિમીનું અંતર 20 મિનિટમાં કાપવામાં આવ્યું હતું. નવજાત બાળકીના પિતાએ હનુમાન રામ પ્રજાપતે તેને તેડી હતી અને ભીડના ઉત્સાહ વચ્ચે હેલિકોપ્ટરમાં બેઠા હતા.

    તેના પિતાએ કહ્યું હતું કે, મારી નવજાત પુત્રીને હેલિકોપ્ટરમાં લાવીને હું પુત્રીનો જન્મ તહેવારની જેમ ઉજવવો જોઈએ તેવો સંદેશ આપવા માંગુ છું. આ ઉજવણી માત્ર રાજસ્થાન નહીં સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બની છે. દીકરીના જન્મને વધાવી લેવા થયેલી ઉજવણીથી રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારે અનોખો દાખલો પૂરો પડ્યો છે.
    First published:

    Tags: Birth, Helicopter, જન્મદિવસ, દીકરી, રાજસ્થાન