Home /News /eye-catcher /

70 વર્ષની મહિલાએ આપ્યો બાળકને જન્મ, લગ્નના 54 વર્ષ બાદ ગુંજી કિલકારીઓ

70 વર્ષની મહિલાએ આપ્યો બાળકને જન્મ, લગ્નના 54 વર્ષ બાદ ગુંજી કિલકારીઓ

મહિલાએ 70 વર્ષે બાળકને જન્મ આપ્યો.

તબીબનું કહેવું છે કે, દેશભરમાં આ ઉંમરે બાળકોના જન્મના થોડા જ કિસ્સાઓ છે. પ્રથમ બાળકના આગમન પર ગોપીચંદે કહ્યું કે, ખુશ છું કે અમે અમારા પરિવારને આગળ વધારી શકીએ છીએ કારણ કે હું મારા પિતા નૈનુ સિંહનો એકનો એક પુત્ર છું.

    નવી દિલ્હી: તબીબી વિજ્ઞાન (Medical science) લોકોના જીવન બદલી રહ્યું છે અને અસંખ્ય જીવનમાં ખુશીઓ લાવી રહ્યું છે. જેનો એક દાખલો તાજેતરમાં જ જોવા મળ્યો છે. રાજસ્થાનના અલવર જિલ્લા (Alwar district)માં 70 વર્ષીય મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. મહિલાનો પતિ 75 વર્ષનો છે. આ દંપતીએ લગભગ 54 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. પરંતુ બાળકથી વંચિત હતા. જોકે, હવે આઇવીએફ ટેક્નોલોજી (IVF technology)ના કારણે તેમના ઘરે બાળકનો જન્મ થયો છે, જેના કારણે આ કપલ ખૂબ ખુશ છે.

    આ બાળકના પિતા ગોપીચંદ ઝુંઝુંના નુહનિયા ગામના છે અને નિવૃત સર્વિસમેન છે. તેમને બાંગ્લાદેશના યુદ્ધ દરમિયાન પગમાં ગોળી વાગી હતી. ડિલિવરી અંગે તબીબે જણાવ્યું હતું કે, બાળક અને માતા બંને સ્વાસ્થ્ય છે. બાળકનું વજન 3.5 કિલો જેટલું છે.

    અલવરના ઇન્ડો આઇવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના સાયન્ટિફિક ડિરેક્ટર અને એમ્બ્રિલોજિસ્ટ ડો. પંકજ ગુપ્તાએ કહ્યું હતું કે, ચંદ્રાવતી અને ગોપી સિંહ નામના આ દંપતી ઝુંઝુનુ જિલ્લાના સિંઘાણા ગામના વતની છે. ચંદ્રાવતીની ઉંમર લગભગ 70 વર્ષ છે અને ગોપી સિંહ 75 વર્ષની છે. લગ્ન બાદ સંતાન ન થવાથી હતાશ આ કપલે ઘણી જગ્યાએ સારવાર કરાવી હતી પણ પરિણામ મળ્યા નહોતા.

    આ પણ વાંચો: આ મોડલના ગાલ છે વિશ્વમાં સૌથી મોટા!

    આ ઉંમરે બાળકના જન્મના ગણ્યાગાંઠ્યા કિસ્સાઓ


    તબીબનું કહેવું છે કે, દેશભરમાં આ ઉંમરે બાળકોના જન્મના થોડા જ કિસ્સાઓ છે. પ્રથમ બાળકના આગમન પર ગોપીચંદે કહ્યું કે, ખુશ છું કે અમે અમારા પરિવારને આગળ વધારી શકીએ છીએ કારણ કે હું મારા પિતા નૈનુ સિંહનો એકનો એક પુત્ર છું. પોતાની ત્રીજી આઈવીએફ સાયકલમાં ચંદ્રવતી દેવી નવ મહિના પહેલા ગર્ભવતી થઈ હતી અને તેમણે સોમવારે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

    આ પણ વાંચો: BFને ગળે મળવા દોડી છોકરી અને પછી સર્જાયો અકસ્માત

    આઈવીએફને લઈને જૂન 2022માં આવ્યો હતો કાયદો


    ડો.ગુપ્તાના જણાવ્યા અનુસાર, સંસદ દ્વારા ઘડવામાં આવેલો કાયદો જૂન 2022માં અમલમાં આવ્યો હતો. કોઈ પણ આઇવીએફ બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ પુરુષો કે મહિલાઓમાં 50 વર્ષથી વધુ વયના દર્દીઓની સારવાર કરી શકે નહીં. જો કે, દંપતી નસીબદાર હતું. કાયદો અમલમાં આવે તે પહેલાં જ મહિલા ગર્ભવતી બની ગઈ હતી. ગોપીચંદને આર્મીમાંથી નિવૃત્ત થયાને 40 વર્ષ થયા છે. બાંગ્લાદેશના યુદ્ધમાં ગોપી સિંહને ગોળી વાગી હતી. જોગાનુજોગ ચંદ્રાવતી પર સિઝેરિયન ઓપરેશન કરનાર ડોક્ટર કર્નલ રીના યાદવ પણ એક સૈનિક છે.
    First published:

    Tags: Birth, Parents, Woman, રાજસ્થાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन