રાયપુરઃ છત્તીસગઢ (Chhattisgarh)ની સમાજ સેવી સંગીતા સિંહ દવે પોતાના ઓફિશિયલ ટ્વિટર (Twitter) હેન્ડલ પર એક ફોટો શૅર કર્યો છે. લૉકડાઉન ના નિયમોનું પાલન કરતા એક નવદંપતીના લગ્નના ફોટોને ખૂબ વખાણ થઈ રહ્યા છે. છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. ચરણદાસ મહંત (Dr. Charan Das Mahant)એ સંગીતા સિંહ દેવના ટ્વિટ પ્ર રિટ્વિટ કર્યું છે એન ફોટોના વખાણ પણ કર્યા છે. બિલાસપુરના એક જોડાની લૉકડાઉનની વચ્ચે અખા ત્રીજના દિવસે યોજાયેલા લગ્નનો આ ફોટો છે.
સંગીતા સિંહદેવે ટ્વિટ કરીને લખ્યું કે, અત્યાર સુધીનો સૌથી સારો ફોટો. બિલાસપુરમાં લૉકડાઉનની વચ્ચે લગ્ન થયા .લગ્નની વિધિ દરમિયાન દુલ્હાએ પોતાની દુલ્હનનને માસ્ક પહેરાવ્યો, જેનો દુલ્હને હસીને સ્વીકાર કર્યો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવ્યું. આ ટ્વિટને વિધાનસભા અધ્યક્ષ ડૉ. ચરણદાસ મહંતે રિટ્વિટ કર્યું છે.
આ પણ વાંચો, રામાયણના ‘લક્ષ્મણે’ ખોલ્યું રહસ્ય, સીરિયલ માટે મળતી હતી આટલી સેલરી
આ ફોટો કોણે ક્લિક કર્યો?
બિલાસપુરના સીનિયર ફોટો જર્નાલિસ્ટ જિતેન્દ્ર રાત્રેએ આ ફોટો ક્લિક કર્યો છે. જિતેન્દ્ર રાત્રેએ સોશિયલ મડીયા પર ફોટો શૅર કરતાં લખ્યું કે, અક્ષય તૃતીયાના અવસરે પ્રસાશનની અનુમતિથી આજે ગરિમા અને સવયસાંચી પરિણય સૂત્રમાં બંધાયા છે. લૉકડાઉનના કારણે સગા-સંબંધીઓને વિવિહ વિધિમાં સામેલ થવાનો અવસર ન મળ્યો, પરંતુ પરિજનોએ વિવાહ વિધિને પોતાના ઘરેથી ઓનલાઇન જોઈ. વિવાહની વિધિ કરતી વખતે દુલ્હાએ મંગળસૂત્રથી વધુ મહત્વ સુરક્ષા કવચ માસ્કને આપ્યું. આ કારણ છે કે પોતાની દુલ્હનને માસ્ક પહેરાવી જેને દુલ્હને હસીને સ્વીકાર કર્યો.
આ પણ વાંચો, ધરતી પર આવે છે એલિયન્સ? અમેરિકન નેવીએ જાહેર કર્યા UFOના ત્રણ વીડિયો
Published by:News18 Gujarati
First published:April 29, 2020, 08:24 am