Home /News /eye-catcher /

આ ગામના ઘરોમાં પત્થરોનો વરસાદ પડી રહ્યો છે!

આ ગામના ઘરોમાં પત્થરોનો વરસાદ પડી રહ્યો છે!

મધ્યપ્રદેશ# મંડલા જિલ્લાના ફૂલસાગર ગામમાં આભ માંથી પત્થર વરસી રહ્યાં છે. મોટા-મોટા પત્થર વરસવાથી ઘરોની છત અને સિમેન્ટ તૂટી રહી છે.

મધ્યપ્રદેશ# મંડલા જિલ્લાના ફૂલસાગર ગામમાં આભ માંથી પત્થર વરસી રહ્યાં છે. મોટા-મોટા પત્થર વરસવાથી ઘરોની છત અને સિમેન્ટ તૂટી રહી છે.

  • News18
  • Last Updated :
મધ્યપ્રદેશ# મંડલા જિલ્લાના ફૂલસાગર ગામમાં આભમાંથી પત્થર વરસી રહ્યાં છે. મોટા-મોટા પત્થર વરસવાથી ઘરોની છત તૂટી રહી છે.

ઘટના એવી છે કે, મંડલા જિલ્લાના ફૂલસાગર ગામના ઠાકુર વાસમાં ગત 24 કલાકથી એક વિચિત્ર ઘટના બની રહી છે, જેનાથી સમગ્ર ગામ દહેશતમાં છે. રસ્તામાં પણ લોકોના આગળ પાછળ પત્થર પડી રહ્યાં છે, પરંતુ કોઇ ગ્રામીણના ઉપર આ પત્થર નથી પડ્યા. ગત 24 કલાકથી પત્થર વરસવાથી ગ્રામજનો દહેશતમાં પોતાના ઘરોથી બહાર નિકળી આવ્યા છે.

ગ્રામજનોનો દાવો છે કે, તેમના ગામમાં એકાએક ઘરોની અગાસીમાં મોટા-મોટા પત્થર વરસવા લાગ્યા, જેમા છાપરા અને છત તૂટી ગઇ છે. શરૂઆતમાં લાગ્યુ કે કોઇ આ ઘટનાને અંજામ આપી રહ્યું છે, જેને લઇને ગ્રામજનોએ સમગ્ર ગામની એક એક જગ્યાએ નિરિક્ષણ કર્યું, પરંતુ કોઇ પત્થર ફેંકનાર ન મળી આવ્યું.

ગ્રામજનો હવે આ ઘટનાને દૈવી પ્રકોપ માનવા લાગ્યા છે. હવે ગ્રામજનો પૂજા-પાઠ કરવામાં લાગ્યા છે. ગામમાં પંડા દેવી-દેવતાઓને પત્થરનો વરસાદ બંધ કરવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, તેઓએ પોતાના જીવનમાં પ્રથમવાર આ પ્રકારની ઘટના જોઇ છે. તેઓને આશા છે કે, પૂજા-પાઠ દ્વારા દૈવી પ્રકોપ દૂર થઇ જશે.

આ ઘટનાથી ગામના મહિલા-પુરૂષ તમામ દહેશતમાં જીવી રહ્યાં છે. ભયભીત થયેલા ગ્રામજનોએ ખાવા-પીવાનું બંધ કર્યુ છે. કોઇ અનિચ્છનીય ઘટનાના ભયથી સમગ્ર ગામ પોતાના ઘરોથી બહાર રસ્તામાં આવી ગયું છે.

જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ પણ આ ઘટનાથી આઘાતમાં છે. તેઓનું કહેવું છે કે, તે અંધવિશ્વાસ પર વિશ્વાસ નથી કરતા, એટલે જેવી આ ઘટનાની જાણ થતાં તે પોતે ગામે દોડી ગયા હતા.

ગામમાં ગ્રામજનો સાથેની વાતચીત દરમિયાન જ્યારે તેમની આંખોની સામે અચાનક મોટો પત્થર પડ્યો, ત્યારે તે આ જોઇને ચોકી ઉઠ્યા હતા.
First published:

Tags: અજબગજબ, ગામ, ગ્રામજનો, પત્થર, પરેશાન, વરસાદ

આગામી સમાચાર