Home /News /eye-catcher /Viral Image: 1947માં પાકિસ્તાનથી લોકો 36 રૂપિયા આપીને ભારત આવતા હતા; વિશ્વાસ નથી થતો? ટિકિટ જોઈ લો!
Viral Image: 1947માં પાકિસ્તાનથી લોકો 36 રૂપિયા આપીને ભારત આવતા હતા; વિશ્વાસ નથી થતો? ટિકિટ જોઈ લો!
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ટ્રેનની ટિકિટ
Railway ticket from Pakistan to India: રાવલપિંડી અને અમૃતસર વચ્ચેની રેલવે ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ટિકિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના 2 સ્ટેશનનું ભાડું માત્ર 36 રૂપિયા 9 આના હતું, તે જોઈ શકાય છે.
Railway ticket from Pakistan to India: જો તમે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુસાફરી કરવા માગતા હોય તો આજે ભલે મોંઘુ હોય પણ એક સમય હતો જ્યારે વ્યક્તિ ફક્ત 36 રૂપિયા ખર્ચીને બંને દેશો વચ્ચે મુસાફરી કરતો હતો. જો તમને અમારી વાત પર વિશ્વાસ ન આવે તો તમે વાયરલ થઈ રહેલી એક ટિકિટ જોઈ શકો છો. તેમાં બે દેશો વચ્ચેનું અંતર 50 રૂપિયાથી પણ ઓછું દેખાઈ રહ્યુ છે.
આઝાદીને અત્યાર સુધીમાં 76 વર્ષ વીતી ગયા છે અને આ સમય દરમિયાન ટેક્નોલોજીથી લઈને સામાજિક માળખામાં ઘણી બઘી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આજકાલ આ તફાવતને લગતી ઘણી રસપ્રદ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાવલપિંડી અને અમૃતસર વચ્ચેની રેલવે ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ટિકિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના 2 સ્ટેશનનું ભાડું માત્ર 36 રૂપિયા 9 આના બતાવવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચેનું અંતર 36 રૂપિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં પાકિસ્તાનથી ભારતની જૂની ટ્રેનની ટિકિટ દેખાઈ રહી છે. આ ટિકિટ આઝાદી પછીની છે, જ્યારે રાવલપિંડીથી અમૃતસર આવતી ટ્રેનમાં કોઈ આવે તો તેને ખૂબ જ ઓછું ભાડું ચૂકવવું પડતું હતું. 9 લોકો પાકિસ્તાનના રાવલપિંડીથી ભારતના અમૃતસર સુધી માત્ર 36 રૂપિયા 9 આનામાં પહોંચતા હતા, એટલે કે એક વ્યક્તિનું ભાડું 9 રૂપિયા 1 આના હતું. આ ટિકિટ 17મી સપ્ટેમ્બર 1947ની છે અને તેને જોતા એવું લાગે છે કે, એક આખો પરિવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો.
આ તસવીર ફેસબુક પર પાકિસ્તાન રેલ લવર્સ નામના પેજ દ્વારા શેર કરવામાં આવી છે. તેને 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે તેને હજારો વખત શેર કરવામાં આવ્યું છે. લોકોએ ટિકિટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ માત્ર કાગળ નથી પણ ઈતિહાસ છે. એક યુઝરે તેને ગોલ્ડ કહ્યો. અન્ય એક યુઝરે કહ્યું કે, તે એટલી મજબૂત કાર્બન કોપી છે કે 75 વર્ષ પછી પણ તે ઝાંખી પડી નથી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર