નવી દિલ્હી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મંદસૌર જિલ્લામાં ગરોઠ રેલવે સ્ટેશન (Garoth Railway Station) ખાતે પીવાના પાણી (Drinking Water)ની પાઈપલાઈન શૌચાલય (Toilet)ની પાઇપ સાથે જોડાયેલી જાણવા મળતાં રેલવે સ્ટેશન માસ્ટર (Station Master)ને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અંગે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અજય કુમાર પાલે જણાવ્યું હતું કે, આ ઘટના 1 માર્ચે સામે આવી હતી.
અજય કુમાર પાલે જણાવ્યું કે, એક પ્રાઇવેટ કંપનીના સ્વચ્છતા કર્મીએ શૌચાલયની પાઈપને પીવાના પાણીની ટાંકી સાથે જોડી દીધી હતી. જે બાદ તેને સફાઈ કરીને પીવા લાયક બનાવવામાં આવી છે. જે બાદ રેલવે એડમિનિસ્ટ્રેશને તપાસ કરીને સ્ટેશન માસ્ટર અને સફાઈ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા.
कोटा रेल मंडल में यात्रियों की सेहत से खिलवाड़ का बड़ा चौंकाने वाला मामला सामने आया है. https://t.co/okBy2bOhLs
ઉલ્લેખનીય છે કે, આ મામલો સોશ્યલ મીડિયા (Social Media) પર વિડીયો વાયરલ (Viral Video) થયા બાદ સામે આવ્યો હતો. જેના પાંચ દિવસ બાદ વેસ્ટ સેન્ટ્રલ રેલવે (Central Railway) એ 5 માર્ચના રોજ આ મામલે તાપસ કર્યાનું કહ્યું હતું.
આ મામલે યાત્રી સુવિધાની તપાસ દરમિયાન રેલવેના કોટા મંડલમાંથી સામે આવ્યો હતો. અગાઉ ન્યુઝ 18 રાજસ્થાને જણાવ્યું હતું કે, ઘણા યાત્રીઓએ રેલવેની ગેરજવાબદારી અને યાત્રીઓના સ્વાસ્થ્ય અંગે સવાલ ઉઠાવ્યા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર