વકીલના દરેક પ્રશ્નનો કોર્ટમાં શખ્સે આપ્યો મિયાઉં-મિયાઉં જવાબ, જજને આવ્યો ગુસ્સો

કોર્ટની પ્રતિકાત્મક તસવીર

આર્જેન્ટીના (Argentina)ના આ વ્યક્તિએ ન્યાયાધીશને કોર્ટ(court)માં એટલો ગુસ્સો અપાવ્યો હતો કે, તેને કોર્ટની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પર તેની માતા અને કાકીની હત્યા(murder) કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

  • Share this:
કોર્ટ એક એવી જગ્યા છે જ્યાં સારા સારા લોકોની હવા નીકળી જાય છે. જો ગુનો સાબિત થાય તો ત્યાં જ ગુનેગારનું ભાવિ નક્કી કરવામાં આવે છે. શાતિરથી શાતિર ગુનેગાર પણ આ જગ્યાથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ તાજેતરમાં આર્જેન્ટિનાની કોર્ટમાં એક આરોપીએ એવું કૃત્ય કર્યું હતું કે સુનાવણી દરમિયાન બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ગુનેગારની કાર્યવાહીથી ગુસ્સે થઈને ન્યાયાધીશે તેને કોર્ટની બહાર કાઢી મૂક્યો. આરોપી પર તેની માતા અને કાકીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વકીલે જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરી ત્યારે તેણે દરેક પ્રશ્નનો જવાબ એક જ આપ્યો. આરોપીઓ એ કોર્ટમાં માત્ર મિયાઉં-મિયાઉં કરવાનું ચાલુ રાખ્યું હતું.

વકીલના દરેક સવાલનો જ્યારે આરોપીએ મિયાઉં-મિયાઉં (Cat Man Meowing In Court) જવાબ આપ્યો ત્યારે જજ ખૂબ નારાજ થયા હતા. પહેલા તો આરોપીને યોગ્ય જવાબ આપવાની ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે તેણે તેની ક્રિયાઓમાં સુધારો કર્યો ન હતો, ત્યારે ન્યાયાધીશે તેને કોર્ટમાંથી હાંકી કાઢ્યો હતો.

આ પણ વાંચો: સાબરમતી જેલમાં લેડી ડોનનો ત્રાસ! અન્ય કેદી મહિલાઓ સાથે જાહેરમાં જ બાંધે છે લેસ્બિયન સંબંધ

આ કેસ 26 ઓક્ટોબરે આર્જેન્ટિનાના મેન્ડોઝામાં થયો હતો. તેની સુનાવણી દરમિયાન, તે માણસે ફક્ત મિયાઉં-મિયાઉં કર્યું. આ કારણે લોકો તેને કેટ મેન કહેવા લાગ્યા. આ વ્યક્તિની ઓળખ નિકોલસ ગિલ પેરેઝ તરીકે થઈ હતી. તે મૂળ ઇઝરાયલનો છે. તેણે 2019માં ઇઝરાયલથી આર્જેન્ટિના આવેલી તેની માતા અને કાકીની હત્યા કરી હતી.

આ પણ વાંચો:Facebook to Meta: ફેસબુક પહેલા પણ બદલી ચૂક્યું છે નામ, Meta નામ સૂચવનાર કર્મચારી ભારતીય 

નિકોલસની પોલીસે 2019માં જ તેની ધરપકડ કરી હતી. પોલીસને તેના ઘરેથી ઘણી બિલાડીઓ મળી આવી હતી. નિકોલસની હાલત કસ્ટડીમાં જોઈને તેને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે તેની બિલાડીઓને તેની સાથે રાખવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'આ ત્રણ લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે', એકલી રહેતી યુવતીએ ઝેર પીધું, ચિઠ્ઠીમાં નામનો કર્યો ઉલ્લેખ

પરંતુ તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હવે સુનાવણી દરમિયાન જ્યારે વકીલે નિકોલસને આ કેસ સાથે સંબંધિત કોઈ પ્રશ્નો પૂછ્યા ત્યારે આરોપીએ જવાબમાં મિયાઉં-મિયાઉં કહેવાનુ શરૂ કર્યું. પહેલાં તો કોર્ટના લોકો આ વાત પર હસી પડ્યા. પરંતુ ટૂંક સમયમાં જ જજ ખૂબ ગુસ્સે થયા અને નિકોલસને કોર્ટમાંથી હાંકી કાઢ્યા.

આ પણ વાંચો: World Stroke Day: દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, જાણો સ્ટ્રોકના કારણો, ચિહ્નો અને સારવાર વિશે

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર નિકોલસના વકીલ હવે તેને કોર્ટમાં માનસિક દર્દી બતાવી તેના જામીન માટે અપીલ કરી શકે છે. આ વિચિત્ર ઘટનાએ ચર્ચાનુ જોર પકડ્યુ છે. જ્યારે કેટલાક લોકો નિકોલસને ખરેખર પાગલ કહી રહ્યા છે, કેટલાક કહે છે કે તે ફક્ત સજા ટાળવા માટે નાટક કરી રહ્યો છે. આ કેટ મેનની હાલમાં ઘણી ચર્ચા થઈ રહી છે.
Published by:Riya Upadhay
First published: