દીપડા અને અજગર વચ્ચે લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું?

News18 Gujarati
Updated: November 20, 2019, 4:53 PM IST
દીપડા અને અજગર વચ્ચે લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું?
વીડિયોની તસવીર

રોમાંચક તસવીરોને કેમેરામાં કેદ કરનાર 28 વર્ષીય માઈક વેલ્ટનને જણાવ્યું હતું કે દીપડો અને અજગરની લડાઈ જોઈને તેઓ ડરી ગયા હતા.

  • Share this:
કેન્યાઃ આફ્રિકાના (africa) મસાઈ મારા ટ્રાઈએંગલ રિઝર્વ પાર્કમાં દીપડો (leopard) અને વિશાળકાય અજગર (Python) વચ્ચેની લડાઈનો (fight) એક વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ (video viral) થઈ રહ્યો છે. આમ તો દીપડો અને અજગર બંને પોતાના સ્વભાવ પ્રમાણે ખતરનાક છે. પરંતુ આ વીડિયોમાં બંને એક બીજા ઉપર ભારે પડી રહ્યા છે. હવે એ જાણવું રહ્યું કે આ લડાઈમાં કોની જીત થઈ હશે.

ડેઈલી મેઈલના સમાચાર પ્રમાણે આ વીડિયો આશરે બે મહિના જૂનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સમાચારમાં રોમાંચક તસવીરોને કેમેરામાં કેદ કરનાર 28 વર્ષીય માઈક વેલ્ટનને જણાવ્યું હતું કે દીપડો અને અજગરની લડાઈ જોઈને તેઓ ડરી ગયા હતા. તેમને લાગ્યું કે આ લડાઈમાં અજગરની જીત થતી દેખાય છે પરંતુ બાદમાં લડાઈ વધારે રસપ્રદ થઈ હતી.

આ પણ વાંચોઃ-35 મિનિટમાં જ 100% ચાર્જ થશે Realme X2 Pro ફોન, જાણો ફોનની કિંમત

આ પણ વાંચોઃ-યુવકોની છ બૉડી લેંગ્વેજ જેના ઉપર યુવતીઓ સૌથી વધારે ધ્યાન આપે છે

માઈક વેલ્ટનના (Mike Welton) જણાવ્યા પ્રમાણે 'એક સમય એવું લાગી રહ્યું હતું કે, અજગર દીપડોને ઝકડીને ગળી જવાની તૈયારીમાં જ હતો. પરંતુ દીપડોએ પંજો મારીને અજગર ઉપર કાબૂ કરી લીધો હતો. અને અજગરના માથાને કરડી ખાધું હતું.' આ લડાઈની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શૅર કરવામાં આવી હતી. અને જોત જોતમાં ફેસબુક અને ટ્વિટર ઉપર વાયરલ થઈ હતી.

આ પણ વાંચોઃ-OMG! 6 લીટર વેસેલિન ભરીને બૉડી બિલ્ડરે ફૂલાવ્યા બાઈસેપ્સ અને પછી..ઉલ્લેખનીય છે કે, અજગર ઝેરી નથી હોતો. પરંતુ તે પોતાના શિકારને આસાનીથી છોડતો પણ નથી. જો કોઈ અજગરની ઝપટમાં આવી જાય ત્યારે તે શિકારનું ગળું દબાવી રાખે છે. જ્યાં સુધી શિકારનું મોત ન થાય ત્યાં સુધી અજગર શિકારને છોડતો નથી. આ લડાઈમાં દીપડોએ અજગરને મારી નાખ્યો હતો. અને પોતાનું ભોજન બનાવી લીધો હતો.
First published: November 20, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading