Home /News /eye-catcher /જાનૈયાઓ લંગડાતા લંગડાતા પહોંચ્યા દુલ્હનના દ્વારે, અકસ્માત નહીં, મગજ પર ચઢ્યો હતો Pushpaનો તાવ!
જાનૈયાઓ લંગડાતા લંગડાતા પહોંચ્યા દુલ્હનના દ્વારે, અકસ્માત નહીં, મગજ પર ચઢ્યો હતો Pushpaનો તાવ!
રસ્તાની વચ્ચે બઘા જનૈયાઓ બની ગયા પુષ્પા
સોશિયલ મીડિયા (Social Media) પર એક ફની વીડિયો વાયરલ (Funny Viral Video) થઈ રહ્યો છે. આ વિડિયોમાં, રસ્તાની વચ્ચે બઘા જનૈયાઓ પુષ્પા (Pushpa) બની ગયા હતાં.
સોશિયલ મીડિયાના જમાનામાં વસ્તુઓ જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે. કેટલાક રમુજી દ્રશ્યો ટ્રેન્ડિંગ (trending video)માં આવે છે. આ દિવસોમાં પુષ્પા (pushpa) સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર સ્ટાઈલિશ અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પામાં આવી ઘણી ક્ષણો છે જે વાયરલ થઈ રહી છે. પછી ભલે તે દાઢી પર હાથ ફેરવવો હોય કે લંગડા ચાલવું.
ઘણા સેલેબ્સે પણ એક હાથ ઊંચો કરીને અને લંગડા ચાલીને ડાન્સ સ્ટેપની નકલ કરી હતી. હવે આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પુષ્પાના ડાન્સ સ્ટેપ કરતી વખતે આખી જાન દુલ્હનના ઘરે પહોંચી હતી.
આ વીડિયો ક્યાંનો વાયરલ થઈ રહ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તે ઘણું જોવામાં આવી રહ્યું છે. આ રમુજી વિડિયો એક વિસ્તારમાં કેપ્ચર કરવામાં આવ્યો હતો. જેમાં આખો વરઘોડો પુષ્પાના ડાન્સ સ્ટેપ કરતા જોવા મળી રહ્યો હતો. જાનમાં દરેક લોકો અહીં-તહીં લંગડાતા જોવા મળ્યા હતા. લોકો તેને પુષ્પાનો વરઘોડો કહ્યો હતો. આ વીડિયો ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવ્યો હતો. આમાં ફેસબુકથી ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે.
પુષ્પાનો વરઘોડો અલગ-અલગ સાઈટ પર શેર થયા બાદ આ વીડિયો ટ્રેન્ડ થવા લાગ્યો. લોકો તેમના એક ચપ્પલ ઉતારીને નાચતા જોવા મળ્યા હતા. લોકોએ તેના પર અનેક પ્રકારની કોમેન્ટ કરી. એક વ્યક્તિએ લખ્યું કે વરઘોડાને પહોંચવામાં ઘણો સમય લાગ્યો હશે. આ દરમિયાન માર્ગ પરના વાહનવ્યવહારને પણ ભારે અસર થઈ હતી. લોકો રસ્તાની વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હા જો કે, મજેદાર કોન્સેપ્ટને કારણે વીડિયો વાયરલ થયો હતો.
30 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યાં છે. લોકો તેને વોટ્સએપ પર પણ શેર કરી રહ્યા છે. અને ઘણા લોકોએ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયા આપી છે. પણ માણો આ રમુજી વિડિયો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર