લંડન : ચીનના સૌથી મોટા શોપિંગ પ્લેટફોર્મ અલીએક્સપ્રેસ પર વેચવા માટે મૂકવામાં આવેલા વોશિંગ મશીનના એક કવરની દુનિયાભરના લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. અલીએક્સપ્રેસ તેની આ પ્રોડક્ટ દુનિયાભરના દેશોમાં શિપિંગ કરે છે.
ચીનની આ પ્રોડક્ટ (વોશિંગ મશીન કવર) ત્રણ બાજુથી તમારા વોશિંગ મશીનને ધૂળ સામે 'રક્ષણ' આપે છે. આ કવરને ઉપરના ભાગમાંથી હટાવી શકાય છે. અલીએક્સપ્રેસ પર મૂકવામાં આવેલા વોશિંગ મશીન કવરનો રંગ પર્પલ છે.
આ વોશિંગ મશીન કવરને લઈને ઓનલાઇન યૂઝર્સ અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક મહિલાએ લખ્યું કે, "તમારા વોશિંગ મશીનની વેડિંગ નાઇટ(સુહાગરાત) માટે આ કવર બિલકુલ યોગ્ય છે."
આ ટ્વિટનો જવાબ આપતા પત્રકાર એલિસન મોરિશે લખ્યું કે, "એવું લાગે છે કે આ વોશિંગ મશીનને અનેક અમીર પતિ હતા, જેઓ બધાનું વર્ણવી ન શકાય તેવા અકસ્માતમાં મોત થયું છે."
ઉલ્લેખનીય છે કે ચીનના માર્કેટ જાયન્ટ અલીબાબા તરફથી અલીએક્સપ્રેસ નામે ઓનલાઇન પ્લેટફોર્મ ચલાવવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર અઢળક ચીનની પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે. અલીએક્સપ્રેસ દુનિયાભરના દેશોમાં વસ્તુઓની ડિલિવરી કરે છે. હાલ વોશિંગ મશીન કવરની કિંમત 13.09 પાઉન્ડ છે.
વેબસાઇટના જણાવ્યા પ્રમાણે આ કવરની સાઇઝ 60x80x54 સેન્ટીમીટર છે અને તે સિન્થેટિક લેશ મટિરિયલમાંથી બનેલું છે.
આ મશીનના કવરની ડિલિવરી ઇઝરાયેલ, રશિયા, ઇંગ્લેન્ડથી લઈને લગભગ દરેક જગ્યાએ કરવામાં આવે છે. જોકે, આટલું પૂરતું ન હોય તેમ અલીએક્સપ્રેસ પર આ જ પ્રકારનું માઇક્રોવેવનું કવર પણ મળી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર