Home /News /eye-catcher /

schoking news: હૃદયને અડીને નીકળ્યું મોત, શરીરની આરપાર થઈ લોકંડની એંગલ, ડોક્ટરો પણ ચોંકી ગયા

schoking news: હૃદયને અડીને નીકળ્યું મોત, શરીરની આરપાર થઈ લોકંડની એંગલ, ડોક્ટરો પણ ચોંકી ગયા

ઈજાગ્રસ્ત યુવકની તસવીર

punjab schoking news: ડોક્ટરો જ્યારે હરદીપનું ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે તેમનું કહેવું હતું કે કંઈપણ થઈ શકે છે કારણ કે એંગલ હૃદયથી માત્ર અડધો સેમ્ટીમીટર નજીકથી પસાર થઈ હતી. હાર્ટને કંઈક થયું હોત તો બીજો મુસીબત ઊભી થઈ હોત. કદાચ જીવ પણ ગયો હતો.

વધુ જુઓ ...
    બઠિંડાઃ  પંજાબના (punjab news) બઠિંડામાં ટેમ્પો ડ્રાઈવરના (bathinda news) ખભામાં આશરે ચાર ફૂટ લાંબી લોખંડની એંગલ ઘૂસી ગઈ હતી. લોખંડની એંગલ ખભાની આરપાર નીકળી ગઈ (Iron angle pierced the shoulder) હતી. ડ્રાઈવરના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આમ છતાં તેણે હિંમત હાર્યો નહીં. ડ્રાઈવર એક સ્થાનિક દુકાનદારની મદદથી હોસ્પિટલ (hospital) પહોંચ્યોં હતો. જ્યાં પહેલા ડોક્ટરની ટીમે (doctor team operation) એંગલને કાપ્યા બાદ ઓપરેશન કરીને બહાર કાઢી હતી.

    બઠિંડામાં ટેમ્પો ચાલકની સાથે દર્દનાક દુર્ઘટના થઈ હતી. રસ્તા ઉપર જતા સમયે ફૂટપાથ ઉપર લાગેલી એંગલ ટેમ્પોની બોડીની આરપાર થઈને ટેમ્પો ચાલકના ખભાની પણ આરપાર થયો હતો. ટેમ્પો ચાલક દર્દથી કણસતો હતો. અને ખુબ જ લોહી વહી રહ્યું હતું. આ જોઈને સ્થાનિક દુકાનદાર નિહાલ સિંહ ત્યાં પહોંચ્યા અને ટેમ્પો ચાલકની મદદ કરી હતી. હોસ્પિટલ ખસેડ્યો હતો.

    જોકે, મદદ કરનાર લોકોને આ દ્રશ્ય જોઈને રુંવાડા ઊભા થઈ ગયા હતા. જોકે, હરદીપના ચહેરાને જોઈને એવું લાગતું ન હતું કે તેની સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટી છે. બધાનું એવું જ કહેવું હતું કે જાંકો રાખે સાઈયા માર સકે ના કોઈ.

    હરદીપ સિંહને જ્યારે બઠિંડાની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ નાજુક હતી. ડોક્ટરોની ટીમે પોતાની સૂઝબૂઝથી આરપાર થયેલી લોખંડની એંકલને કાપ્યા બાદ ઓપરેશન શરુ કર્યું હતું.

    ડોક્ટરો જ્યારે હરદીપનું ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે તેમનું કહેવું હતું કે કંઈપણ થઈ શકે છે કારણ કે એંગલ હૃદયથી માત્ર અડધો સેમ્ટીમીટર નજીકથી પસાર થઈ હતી. હાર્ટને કંઈક થયું હોત તો બીજો મુસીબત ઊભી થઈ હોત. કદાચ જીવ પણ ગયો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    ડોક્ટરો માટે હરદીપના શરીરમાંથી એંગલ કાઢવી કોઈ મિશનથી ઓછું ન્હોતું. આશરે ચાર કલાકના ઓપરેશન બાદ શરીરમાંથી એંગલ બહાર કાઢી હતી. ઓપરેશન દરમિયાન ડોક્ટર પણ હરદીપની હિંમતને દાદ આપી હતી. તેમની હિંમતને જોઈને લાગ્યું ન્હોતું કે આટલી મોટી મુશ્કેલી સામે લડી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Accidents, OMG, Shocking news, પંજાબ

    આગામી સમાચાર