ભરણપોષણ તરીકે પત્નીને 20 કિલો ચોખા, 5 કિલો ઘી આપવા આદેશ!

News18 Gujarati
Updated: July 18, 2019, 12:47 PM IST
ભરણપોષણ તરીકે પત્નીને 20 કિલો ચોખા, 5 કિલો ઘી આપવા આદેશ!
પ્રતિકાત્મક ક્રિએટિવ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પતિની અપીલ પર આ આદેશ સંભળાવ્યો હતો, સુનાવણી દરમિયાન પતિએ કોર્ટમાં જણાવ્યું કે તેની પાસે નોકરી નથી.

  • Share this:
પંજાબ હરિયાણા હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતા રસપ્રદ નિર્ણય આપ્યો છે. કોર્ટે એક વ્યક્તિને તેની પત્નીને છૂટાછેડા લેવાના ભરણપોષણ તરીકે ચોખા, દાળ, ખાંડ, દૂધ, ઘી અને ત્રણ નવી સલવાર આપવાનો આદેશ કર્યો છે. પંજાબમાં રહેતા આ વ્યક્તિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેની પાસે નોકરી નથી, આથી તે પત્નીને ભરણપોષણ તરીકે રૂપિયા આપી શકે તેમ નથી. જોકે, સાથે તેણે એવું પણ કહ્યું કે તે તેની પૂર્વ પત્નીની દૈનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સામગ્રી આપી શકે છે.

પાંચ કીલો ઘી, 20 કિલો ચોખા

વ્યક્તિએ કોર્ટમાં કહ્યું કે તે ચોખા, ખાંડ, દૂધ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આપી શકવા માટે સક્ષમ છે. આ અંગે કોર્ટે આદેશ કર્યો કે તે પોતાની પત્નીને દર મહિને 20 કિલો ચોખા, પાંચ કિલો ખાંડ, પાંચ કિલો દાળ, 15 કિલો ઘઊં, 2 કિલો દૂધ અને પાંચ કિલો ઘી આપશે. આ સાથે જ દર ત્રણ મહિને તેણે પત્નીને ત્રણ સલવાર પણ આપવાની રહેશે.

ત્રણ દિવસમાં સામાન આપવો પડશે

હાઇકોર્ટે આ આદેશ કર્યો કે વ્યક્તિએ તેની પત્નીને ત્રણ દિવસની અંદર જ આ સામાન આપવો પડશે. એટલું જ નહીં પત્નીથી અલગ થયા બાદ અત્યાર સુધીની ક્ષતિપૂર્તિ પણ કરવી પડશે. સાથે જ વ્યક્તિને આદેશ કર્યો કે આગામી તારીખે રજૂ થતી વખતે કેટલો સામાન આપવામાં આવ્યો તે અંગેની માહિતી કોર્ટને આપે એટલું જ નહીં જૂની નોકરી અને તેના પગાર અંગેની વિગતો પણ કોર્ટમાં રજૂ કરે.
First published: July 18, 2019, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading