Home /News /eye-catcher /OMG! જન્મથી જ 'એક જીસ્મ દો-જાન' બે ભાઇઓ, માતાપિતાએ તરછોડ્યા હવે સરકારે આપી નોકરી

OMG! જન્મથી જ 'એક જીસ્મ દો-જાન' બે ભાઇઓ, માતાપિતાએ તરછોડ્યા હવે સરકારે આપી નોકરી

પંજાબના ભાઈઓની તસવી

punjab brothers OMG story: જુડવા બાળકોને (Twins brothers) 27 નવેમ્બરે એક પત્ર મળ્યો હતો. ભાઈઓને તેમની શૈક્ષણિક લાયકાત (Educational Qualification) અને આધાર જેવા દસ્તાવેજો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

  Ajab-Gajab: જન્મથી જ એક જીસ્મ દો જાનની જેમ જન્મેલા અમૃતસરના બે ભાઇઓ (Conjoined brothers Sohna and Mohana)નો કિસ્સો સાંભળી તમારું હ્યદપ પણ દ્રવી ઉઠશે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લેમિટેડે (PSPCL) જન્મથી એક શરીરથી જોડાયેલા બે ભાઇઓ સોહના અને મોહનામાંથી સોહનાને સરકારી નોકરી(Government Job) આપી છે. અખિલ ભારતીય પિંગલવાડા ચેરીટેબલ સોસાયટીના (All India Pingalwada Charitable Society) વહીવટી અધિકારી (નિવૃત્ત) દર્શન સિંહ બાબા (Col Retd Darshan Singh Baba)એ આ કિસ્સા પર પ્રકાશ ફેંક્યો છે

  તેમણે જણાવ્યું કે, જુડવા બાળકોને 27 નવેમ્બરે એક પત્ર મળ્યો હતો. ભાઈઓને તેમની શૈક્ષણિક લાયકાત અને આધાર જેવા દસ્તાવેજો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્નલ બાબાએ કહ્યું કે તેમને પણ પૂછવામાં આવ્યું છે કે કયો ભાઈ કામ કરશે. તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છેકે, બંનેને રોજગાર મળે. બંને ઇલેક્ટ્રોનિક ડિપ્લોમા હોલ્ડર છે. જ્યારે સોહના અને મોહનાને તેમના માતાપિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યા ત્યારે પિંગલવાડાએ 2003માં બંને બાળકોને દત્તક લીધા હતા.

  ડોક્ટરોને હતો આ વાતનો ડર
  જન્મથી જ એક શરીરથી બંને ભાઇઓ જોડાયેલા હોવાના કારણે ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી હતી કે તેઓ વધુ સમય સુધી જીવી રહી શકશે નહીં. ગરીબીના કારણે માતાપિતાએ પણ તેમને ત્યજી દીધા હતા. જે બાદ સોહના-મોહનાની વ્હારે અખિલ ભારતીય પિંગલવાડા ચેરિટેબલ સોસાયટી આવી અને તેમનું ભરણપોષણ કર્યુ હતું. પરંતુ હવે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડમાં નોકરી મળતા તેઓ આત્મનિર્ભરતા અને સન્માન સાથે જીવન જીવવા સક્ષમ બનશે.

  આ પણ વાંચોઃ-Ahmedabad: SRPમાંથી સસ્પેન્ડ થયો તોયે જવાનને અભરખા ના છૂટ્યા, પછી મહિલા સાથે કર્યું આવું...

  મેન્ટેનન્સ કર્મચારી તરીકે કરશે કામ
  બંને ડેન્ટલ કોલેજ નજીક આવેલ પાવરહાઉસમાં રેગ્યુલર ટી મેટ(મેન્ટેનન્સ કર્મચારી) તરીકે કામ કરશે. 11 ડિસેમ્બર, 2021ના રોજ તેમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-Jamnagar: પતિએ MPથી આવીને જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની ઉપર કર્યું firing, 8 મહિનાથી ચાલતો હતો વિવાદ

  દર મહીને મળશે આટલો પગાર
  સોહનાને દર મહીને રૂ.20,000 પગાર આપવામાં આવશે. બંનેએ આ જ વર્ષે જુલાઇમાં ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા પૂર્ણ કર્યુ છે. તેમણે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડમાં જુનિયર એન્જિનિયરની જગ્યા પર ભરતી માટે અરજી કરી હતી. બંનેને નોકરી કઇ રીતે આપવી તે વાતને લઇને કંપની પણ અસંમજસમાં મુકાઇ હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ દેવધ ગામમાં હારેલા મહિલા સરપંચના મળતીયાએ જીતેલા મહિલા સરપંચ ઉપર શુભેચ્છાના બહાને કર્યો જીવલેણ હુમલો

  કારણ કે બંનેની યોગ્યતા એક જ સરખી હતી. જોકે, અંતે કંપનીના મેનેજમેન્ટે આખરી નિર્ણય લીધો અને સોહનાને નોકરી આપી. સોહનાએ જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંહે નોકરી આપવાનું આશ્વાસન આપ્યું હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: Ajab gajab news, OMG story, પંજાબ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन