કારની બોનેટ પર બેસીને લગ્ન કરવા પહોંચી દુલ્હન, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કડક કાર્યવાહી

SUV કારની બોનેટ પર બેઠી હતી દુલ્હન. (તસવીર- ANI)

Bride on Car Bonnet: પોલીસે દુલ્હન, વીડિયોગ્રાફર અને ડ્રાઇવર સહિત વાહનમાં સવાર અન્ય લોકોની વિરુદ્ધ કેસ દાખલ

  • Share this:
    પુણે. મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં એક દુલ્હન (Bride) પર તેના લગ્નના દિવસે જ એફઆઇઆર (FIR) નોંધવામાં આવી છે. પોલીસ (Pune Police)એ 23 વર્ષીય એક દુલ્હન અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ મોટર વાહન કાયદા હેઠળ એક કેસ નોંધી લીધો છે. આ યુવતી પોતાના વિવાહ સમારોહ (Wedding) સ્થળ જવા દરમિયાન એક ચાલતી એસયૂવીના બોનેટ (Bride on SUV Bonnet) પર બેઠી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ ગયો હતો. આ જાણકારી મહારાષ્ટ્રના પુણેમાં પોલીસે મંગળવારે આપી.

    લોની કાલભોર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, વાહન સાસવડ જઈ રહ્યું હતું, જ્યાં લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો સવારે એ સમયે ઉતારવામાં આવ્યો હતો જ્યારે તે વાહન પુણે-સાસવડ રોડ પર ત્યાં દિવે ઘાટ જઈ રહ્યું હતું.

    આ પણ વાંચો, કંકોત્રી જોઈને સગાવહાલા બોલવા લાગ્યા ‘Love Jihad’, પરિવારને રદ કરવા પડ્યા વ્હાલી દીકરીના લગ્ન


    પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દુલ્હન ચાલતા વાહનના બોનેટ પર બેઠી હતી, જ્યારે મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ વીડિયો ઉતારી રહ્યો હતો. અમે મોટર વાહન અધિનિયમ અને આઇપીસીની કલમો હેઠળ યુવતી, વીડિયોગ્રાફર અને ડ્રાઇવર સહિત વાહનમાં સવાર અન્ય લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે.

    આ પણ વાંચો, ઋષિકેશઃ મહિલાઓને સમ્મોહિત કરી લાખોની ઠગી કરનારા બાબો ઝડપાયો, આવી રીતે કરતો હતો હિપ્નોટાઇઝ

    નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈએ પણ માસ્ક પહેર્યો નહોતો તેથી પોલીસે કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘનનો દંડ પણ બધાને ફટકાર્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: