બર્ગર ખાતા જ ગળામાંથી નીકળ્યું લોહી, અંદર મળી આ ખત્તરનાક વસ્તુ

ફરિયાદી સાઝિત પઠાણ (31) ઓટો રિક્સા ડ્રાઇવર છે. તેઓ મિત્રો સાથે લંચ માટે બહાર ગયા હતા. તેઓએ બર્ગર, ફ્રાઈસ અને સોફ્ટ ડ્રિંક્સનો ઓર્ડર કર્યો હતો.

News18 Gujarati
Updated: May 21, 2019, 12:14 PM IST
બર્ગર ખાતા જ ગળામાંથી નીકળ્યું લોહી, અંદર મળી આ ખત્તરનાક વસ્તુ
બર્ગર ખાતા જ ગળામાંથી નીકળ્યું લોહી, અંદર મળી આ ખત્તરનાક વસ્તુ
News18 Gujarati
Updated: May 21, 2019, 12:14 PM IST
પુણેમાં બર્ગર કિંગના આઉટલેટમાં છેલ્લા અઠવાડિયામાં બર્ગરમાં કાચના ટૂકડા મળ્યાં બાદ એક ગ્રાહકે તેની ફરિયાદ પોલીસને કરી છે. ડેક્કન જિમખાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દીપક લાગડે જણાવ્યું હતું કે, "અમે ગ્રાહકની ફરિયાદ પર છેલ્લા શનિવારે (18 મી મે) ના રોજ બર્ગર કિંગ સામે ફરિયાદ નોંધાવી છે. અમને હોસ્પિટલમાંથી તબીબી રિપોર્ટની રાહ છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. "

ફરિયાદી સાઝિત પઠાણ (31) ઓટોરિક્સા ડ્રાઇવર છે. તેઓ મિત્રો સાથે લંચ માટે બહાર ગયા હતા. તેઓએ બર્ગર, ફ્રાઈસ અને સોફ્ટ ડ્રિંક્સનો ઓર્ડર કર્યો હતો.
પરંતુ જ્યારે તેણે મોઢામાં બર્ગર મુક્યા ત્યારે તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું.તેના ગળામાં કંઇક અટવાયેલું લાગી રહ્યું હતુ. જ્યારે મિત્રોએ બર્ગર જોયા ત્યારે તેમા ગ્લાસના ટૂકડા મળ્યા. તેને હોસ્પિટલમાં દાખલ કર્યા અને તાત્કાલિક સારવાર માટે 15,000 રૂપિયા જમા કરાવ્યાં. બીજા દિવસે તેમને વધારે રકમ જમા કરાવવી પડી.

બર્ગર કિંગના સંચાલક સિદ્ધાર્થનો સંપર્ક કર્યા બાદ તેમણે આવી કોઇ ઘટનાની જાણકારીને નકારી કાઢી હતી. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...