કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: June 7, 2020, 1:35 PM IST
કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ
કોરોનાના દર્દીનું મોત થતાં પરિવાર ડરના માર્યા હાજર ન રહેતાં મેડિકલ સ્ટાફે માનવતા નેવે મૂકી કરી અંતિમવિધી, જુઓ વીડિયો

કોરોનાના દર્દીનું મોત થતાં પરિવાર ડરના માર્યા હાજર ન રહેતાં મેડિકલ સ્ટાફે માનવતા નેવે મૂકી કરી અંતિમવિધી, જુઓ વીડિયો

  • Share this:
પુડુચેરીઃ કોરોના વાયરસ (Coronavirus)થી મોત થયા બાદ એક મૃતદેહ (Dead Body)ની દફનવિધિ કરતી વખતે માનવતાને બાજુમાં મૂકી દેવાનો કેસ સામે આવ્યો છે. પુડુચેરી (Puducherry)માં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ત્યાંના અધિકારીઓમાં હોબાળો મચી ગયો. પુડુચેરી સ્વાસ્થ્ય વિભાગે વીડિયો સામે આવ્યા બાદ તપાસના આદેશ આપ્યા છે.

આ વીડિયોમાં શું છે?

42 સેકન્ડનો આ વીડિયો જોઈને તમે હેરાન રહી જશો. એક એમ્બ્યૂલન્સથી મૃતદેહને કબ્રસ્તાન લાવવામાં આવે છે. ત્યારબાદ ચાર મેડિકલ સ્ટાફ મૃતદેહને લઈને કબર સુધી જાય છે અને પછી દૂરથી જ સ્ટ્રેચરથી મૃતદેહને ફેંકી દે છે. આ ઉપરાંત મૃતદેહને દફનાવવા માટે કોઈ ગાઇડલાઇનને પણ અનુસરવામાં આવી નથી. મૃતદેહ એક સાધારણ કપડામાં વીંટેલો હતો. જ્યારે નિયમો મુજબ કોરોનાથી મોત થતાં મૃતદેહને બેગમાં રાખવામાં આવે છે.આ પણ વાંચો, ધરતીપુત્રને ખેતરમાં મળ્યો ખજાનો! માટલામાં દાટ્યો હતો સોના-ચાંદીનો ભંડાર

પરિવારના સભ્યો હાજર નહોતા

કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહ ચેન્નઈના રહેવાસી વ્યક્તિનો હતો. તેનું મોત કોરોનાના કારણે થયું. કોરોના વાયરસના સંક્રમણના ડરથી કોઈ પણ સંબંધી અંતિમવિધિમાં સામેલ થવા ન આવ્યું. મૃતદેહને દફનાવવા માટે મેડિકલ સ્ટાફને આપી દેવામાં આવ્યો.

મેડિકલ સ્ટાફે શું કરી સ્પષ્ટતા?

હવે આ મામલાની તપાસ અને આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. પુડુચેરી આરોગ્ય વિભાગના નિદેશકે કહ્યું છે કે મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમનું કહેવું છે કે મેડિકલ સ્ટાફ મૃતદેહ દફનાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન એક કર્મચારીનો હાથ છૂટી જતાં સ્ટ્રેચર પરથી ગબડીને તે સીધો કબરમાં જતો રહ્યો.

આ પણ વાંચો, યુવતીએ કાકા સાથે મળી પિતાની અસ્તરાથી ગળું કાપી કરી હતી હત્યા, પછી સળગાવી દીધી હતી લાશ
First published: June 7, 2020, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading