આપણા બ્રહ્માંડ(The universe)ના અનેક રહસ્યો આજે પણ વૈજ્ઞાનિકોની પહોંચથી દૂર છે. અનેક નવીનતાથી ભરેલું બ્રહ્માંડ વૈજ્ઞાનિકો (Scientists) અને લોકોને પણ નવી નવી ગતિવિધિઓથી ચકિત કરી દે છે.
નવી દિલ્હી: આપણા બ્રહ્માંડ(The universe)ના અનેક રહસ્યો આજે પણ વૈજ્ઞાનિકોની પહોંચથી દૂર છે. અનેક નવીનતાથી ભરેલું બ્રહ્માંડ વૈજ્ઞાનિકો (Scientists) અને લોકોને પણ નવી નવી ગતિવિધિઓથી ચકિત કરી દે છે. તે પછી કોઇ નવા ગ્રહની શોધ હોય કે કોઇ ઉલ્કા અને ઉલ્કાપિંડ(Meteors and meteorites)ના અવશેષો હોય. વૈજ્ઞાનિકો આજે પણ બ્રહ્માંડના તે રહસ્યો ઉકેલવામાં દિવસ રાત એક કરી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા સૂર્યમંડળનો સાઇકી એસ્ટરોઇડ સૌથી વધુ ચર્ચાઓમાં રહે છે. હવે નવો ખુલાસો થતો સૌ કોઇ ચમકી ઉઠ્યા છે. ઓપ્ટિકલ ટેલિસ્કોપ અને પૃથ્વી પરના શક્તિશાળી રડાર દ્વારા જાણવા મળ્યું છે કે આ એસ્ટરોઇડ પર ખૂબ જ કિંમતી ધાતુઓ રહેલી છે. આ માહિતી નાસા માટે આગામી મિશન બન્યું છે. જેને સાઇકી મિશન કહેવામાં આવે છે. પૌરાણિક ગ્રીક કથાઓમાં સાઇકી એક દેવીનું નામ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સાઇકીનો સંબંધ સૂર્યમંડળની ઉત્પતિ સાથે હોઇ શકે છે. તેની શોધ 1852માં કરવામાં આવી હતી. અને આ અદ્દભુત એસ્ટરોઇડ મંગળ અને બૃહસ્પતિ ગ્રહની વચ્ચે મુખ્ય એસ્ટરોઇડ બેલ્ટમાં સ્થિત છે.
શું છે સાઇકી મિશન?
સાઇકી મિશન અંતર્ગત સ્પેસક્રાફ્ટ ધાતુઓથી ભરપૂર એસ્ટરોઇડના ચક્કર લગાવશે અને તેની સંરચનાની તપાસ કરશે. સ્પેસક્રાફ્ટ એસ્ટરોઇડનો નકશો તૈયાર કરશે અને પ્રાચીન ચુંબકિય ક્ષેત્રો અને ન્યૂટ્રોન અને ગામા-રે ઉત્સર્જનો અભ્યાસ કરશે. સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના સાઇકી મિશનના વૈજ્ઞાનિક બિલ બોટકે જણાવ્યું કે, આ શોધના પરીણામોને અન્ય ડેટા સાથે સરખાવીને જાણી શકાશે કે સોલર સિસ્ટમનું નિર્માણ અને વિકાસ કઇ રીતે થયો.
તમામ ઉપકરણોથી સજ્જ હશે આ સ્પેસક્રાફ્ટ
સાઇકી એસ્ટરોઇડ ધાતુઓથી સંપન્ન હોવા છતા વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે તેમાં આયરન ઓક્સાઇડની કમી છે. આ એટલા માટે અજીબ છે કારણ કે અન્ય તમામ ગ્રહો પર આયરન ઓક્સાઇડ રહેલો છે. એરિજોના સ્ટેટ યૂનિવર્સિટીની લિન્ડી એલ્કિન્સ ટેન્ટને જણાવ્યું કે, જો અમે સાઇકીના બંધારણ અંગે સાચી દિશામાં છીએ તો તેના નિર્માણ અંગે નવી કહાની સામે આવી શકે છે. નાસાના અંતરિક્ષ યાન પર સાઇકીના રહસ્યો પરથી પડદો હટાવવા જરૂરી તમામ ઉપકરણો સજ્જ રાખવામાં આવશે.
સાઇકી મિશન સાથે જોડાયેલ જીમ બેલે જણાવ્યું કે, કોઇને ખ્યાલ નથી કે અમે શું જોવા જઇ રહ્યા છીએ. પરંતુ સાઇકીનું સત્ય આપણી કલ્પનાથી ઘણું અજીબ અને સુંદર હશે. આ પહેલા અહેવાલો હતા કે, નાસાને સાઇકી એસ્ટરોઇડ પર એટલી કિંમતી ધાતુ મળી છે કે તેનાથી ધરતી પરનો દરેક માણસ અરબપતિ બની શકે છે. નાસાએ જણાવ્યા અનુસાર આ અમૂલ્ય ધાતુની કિંમત 10,000,000,000,000,000,000 ડોલર છે. નાસાએ સાઇકી એસ્ટરોઇડની સપાટી ફરી માપી અને તેના આધારે આ અનુમાન લગાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર