5 વર્ષોની શોધ બાદ ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું, સૂર્યમંડળમાં આ સ્થળે હોઈ શકે છે નવમો ગ્રહ
5 વર્ષોની શોધ બાદ ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું, સૂર્યમંડળમાં આ સ્થળે હોઈ શકે છે નવમો ગ્રહ
પ્લેનેટ -9 ના અસ્તિત્વ વિશે હજુ સુધી કંઇ પુષ્ટિ મળી નથી. તસવીર- shutterstock
વૈજ્ઞાનિકોએ આપણા સૂર્યમંડળ (Solar System)ના માત્ર આઠ પિંડોને ગ્રહોની માન્યતા આપી છે. પરંતુ આપણા ખગોળશાસ્ત્રીઓ લાંબા સમયથી નવમાં ગ્રહની શોધમાં લાગ્યા છે.
નવી દિલ્લી: વૈજ્ઞાનિકોએ આપણા સૂર્યમંડળ (Solar System)ના માત્ર આઠ પિંડોને ગ્રહોની માન્યતા આપી છે. પરંતુ આપણા ખગોળશાસ્ત્રીઓ લાંબા સમયથી નવમાં ગ્રહની શોધમાં લાગ્યા છે. માન્યતા છે કે આ ગ્રહ આપણા સૂર્યમંડળના નેપ્ચ્યૂન ગ્રહની આગળ છે. પ્લેનેટ નાઇન (Planet Nine) કહેવાતા આ નવમાં ગ્રહના અસ્તિત્વની પુષ્ટિ હજુ સુધી થઇ નથી. છતાં પણ આ ગ્રહ વિશે ઘણા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. હાલમાં જ બે અમેરિકન ખગોળશાસ્ત્રીઓએ પોતાની પાંચ વર્ષની શોધ બાદ દાવો કર્યો છે કે તેમણે જાણી લીધું છે કે નવમાં ગ્રહને જોવા માટે આકાશમાં ક્યાં અવલોકન કરવું જોઇએ.
નવમાં ગ્રહની કક્ષાનો સંભવિત નકશો
કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ખગોળશાસ્ત્રી નવમાં ગ્રહના કક્ષાનું એક સંભવિત વિતરણ કાર્ય દોરીને તૈયાર કર્યુ છે. આ ગ્રહ વિશે કહેવામાં આવે છે કે તેનું વજન પૃથ્વીથી 6 ગણો વધુ હોવો જોઇએ. કેલટેકના માઇક બ્રાઉન અને કેન્સન્ટેન્ટાઇન બેટીજીન છેલ્લા પાંચ વર્ષોથી આ ગ્રહની શોધ પર કામ કરી રહ્યા હતા.
ખૂબ દૂર હશે આ ગ્રહ
આ પ્રકારના ગ્રહની શોધ કરવી આપણા ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો માટે ખૂબ મુશ્કેલ છે કારણ કે તે સૂર્યથી ઓછામાં ઓછો સૂર્ય અને પૃથ્વના અંતરના 300 ગણો દૂર સ્થિત હોવો જોઇએ. સંશોધકોનું કહેવું છે કે તેમના પ્રસ્તાવના 5 વર્ષ બાદ તે હવે જાણે છે કે નવમાં ગ્રહની શોધ માટે આકાશમાં ક્યાં અવલોકન કરવું જોઇએ.
બંને ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ રહસ્યમયી ગ્રહ વિશે સામાન્ય માન્યતા હોવા છતા તે સંપૂર્ણ જાણકારી આપી શક્યા ન હતા કે અંતરિક્ષમાં આ ગ્રહની સ્થિતિ, તેનો વજન અને તેની ચમકને લઇને કેટલી અનિશ્ચિતતા છે. બ્રાઉને ખગોળશાસ્ત્રીઓને સમર્પિત બ્લોગમાં લખ્યું કે હવે તે તેના વિશે જણાવી શકે છે.
એક લાખ પિંડોની તે ડિસ્ક
બાહ્ય સૂર્યમંડળમાં નેપ્ચ્યૂનની ભ્રમણ કક્ષાની બહાર તારાઓની બહાર જોવા મળતા એક ડિસ્ક આવેલી છે, જેમાં પ્લૂટો પણ આવે છે, જેને થોડા વર્ષ પહેલા ગ્રહોની કેટેગરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે તેમાં 100 કિલોમીટરના આકારના એક લાખથી વધુ પિંડ છે. એસ્ટરોઇડની બેલ્ટની જેમ આ ડિસ્કને કાઇપર સર્કલ કહેવામાં આવે છે.
પિંડોની અસામાન્ય કક્ષા
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કાઇપર સર્કલમાં દૂરના પદાર્થોની ભ્રમણકક્ષા ખૂબ જ અનિયમિત અને અસામાન્ય છે, કારણ કે તે તમામની કક્ષાઓ એક જ દિશા તરફ ઇશારો કરી રહી છે. તેનો અર્થ છે કે કોઇ ગુરૂત્વાકર્ષણ બળ તેમની કક્ષાઓને પ્રભાવિત કરી રહ્યું છે. બંને ખગોળશાસ્ત્રીઓએ આ પ્રસ્તાવ આપ્યો હતો કે આ અસામાન્ય કક્ષાઓ પાછળ પ્લેનેટ નાઈન જવાબદાર છે.
પાંચ વર્ષ પહેલા સંશોધકો દ્વારા પ્લેનેટ -9 ની કલ્પના આપવામાં આવી હતી. (પ્રતિકાત્મક ફોટો: shutterstock)
નકશાની સાથે જાણકારી
અમુક અન્ય વૈજ્ઞાનિકો આ પ્રસ્તાવ પર તે સવાલ ઉઠાવે છે કે આ અનિયમિત કે અસામાન્ય વ્યવહાર પક્ષપાત પૂર્ણ અવલોકનોના કારણે હોઇ શકે છે. આ નવી શોધ 22 ઓગસ્ટે અર્થ એન્ડ પ્લેનેટરી એસ્ટ્રોફિજીક્સમાં પ્રકાશિત થઇ છે. તેમાં આ ગ્રહની સંભવિત કક્ષાઓના નક્શાની જાણકારીની સાથે આ ગ્રહના ગુણોની પણ જાણકારી આપી છે.
કાઇપર સર્કલને વર્ષ 1989માં નાસાના વાયજર અભિયાનમાં શોધવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે પ્લૂટો હકીકતમાં ગ્રહ નથી અને તેને વામન ગ્રહોની કેટેગરીમાં રાખી દેવામાં આવ્યો. પરંતુ તેના દ્વારા થયેલ નવી શોધોથી તે સંકેતો મળ્યા કે કાઇપર સર્કલની બહાર એક ગ્રહ કે બીજા ખગોળીય પિંડ છે. 2016માં પોતાના અવલોકનોના આધારે દો બ્રાઉન અને બેટિજીને દાવો કર્યો હતો કે નવમો ગ્રહ પૃથ્વીથી 10 ગણો ભારી હોવો જોઇએ. જે કાઇપર બેલેટમાં વામન ગ્રહોના ગુરુત્વાકર્ષણ માટે જવાબદાર છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર