કેદીએ છુપાવ્યો હતો શરીરના આ ભાગમાં મોબાઇલ પણ...

News18 Gujarati
Updated: September 18, 2019, 3:11 PM IST
કેદીએ છુપાવ્યો હતો શરીરના આ ભાગમાં મોબાઇલ પણ...
કેદીએ ફોન છુપાવવા કર્યું કંઇક તેવું કે હોસ્પિટલ લઇ જવો પડ્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં હાજર થયેલા બે કેદીઓમાંથી એકના સંબંધીઓએ તેને મોબાઇલ ફોન આપ્યો અને બીજાએ કેદીને ડ્રગ્સનું પાઉચ આપ્યું. બંનેએ તેમને છુપાવવા માટે તેમના પ્રાઇવેટ પાર્ટમાં રાખ્યા હતા.

  • Share this:
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લા જેલમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યાની જેલ પ્રશાસનથી છુપાવવા માટે બે કેદીઓએ તેમના ખાનગી ભાગમાં ડ્રગ્સ અને મોબાઈલ ફોન મુક્યા હતા. કોર્ટમાંથી કેદીઓ જેલ તરફ પાછા ફર્યા હતા અને પેટની તીવ્ર પીડાની ફરિયાદ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યા એક કેદીના પેટમાં ડ્રગના અનેક પેકેટ મળી આવ્યા હતા, જ્યારે બીજા કેદીના પેટમાં મોબાઇલ મળી આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેના સંબંધીઓએ તેને કોર્ટમાં હાજર રહેતી વખતે આ વસ્તુ આપી હતી અને જેલ પ્રશાસનથી છુપાવવા માટે તેણે તેને તેના ખાનગી ભાગમાં છુપાવ્યો હતો. મામલો પ્રકાશમાં આવ્યા પછી જેલ અધિક્ષ એસપી બાગપતને કેદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પત્ર મોકલ્યો છે.

સંબંધીઓએ મોબાઈલ અને દવાઓ આપી

કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે કોર્ટમાં હાજર થયેલા બે કેદીઓમાંથી એકના સંબંધીઓએ તેને મોબાઇલ ફોન આપ્યો હતો અને બીજા કેદીને ડ્રગ્સના પાઉચ આપી દીધા હતા. બંનેએ તેમને છુપાવવા માટે તેમના ખાનગી ભાગમાં રાખ્યા હતા. તેણે વિચાર્યું કે જેલની અંદર જઈને તે ખાનગી ભાગમાંથી સામાન લઇ લેશે. પરંતુ તેઓ જેલ પહોંચ્યા ત્યાં સુધીમાં ડ્રગના પાઉચ અને મોબાઈલ ફોન તેમની અંદર ગયા હતા. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેઓ ખાનગી ભાગમાંથી સામાન બહાર કાઢી શક્યા નહીં.

ડૉક્ટરોને કહ્યું સાચું, હોશ ઉડી ગયા

બંને શૌચક્રિયા માટે ગયા પણ ભારે પીડા થવા લાગી. તેણે શૌચ પણ ન કર્યો. સતત દુખાવો કર્યા પછી જેલના ડૉક્ટરે તપાસ કરી પરંતુ દવા આપ્યા પછી પણ બંનેને પીડામાં કોઈ ફાયદો થયો ન હતો અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બંનેએ હોસ્પિટલમાં સાચું કહ્યું ત્યારે તબીબો ચોંકી ગયા હતા. તબીબોએ જેલના વહીવટીતંત્રને કેદીઓના કામ અંગે માહિતી આપી હતી.ડ્રગના પાઉચ બહાર આવ્યા છે પણ મોબાઇલ નથી

ડૉકટરોએ જણાવ્યું હતું કે, ગાઝિયાબાદના લોનીના એક કેદીને અંદર ડ્રગ્સના પાઉચ અંદર રાખ્યા હતા, તેને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે મોબાઈલ હજી બહાર આવ્યો નથી. તેની સારવાર ચાલુ જ છે. જો જરૂર પડે તો તેની સર્જરી કરવામાં આવશે.
First published: September 18, 2019
વધુ વાંચો
अगली ख़बर