Home /News /eye-catcher /OMG: 325 ગ્રામની બાળકીને જોઈને આશ્ચર્યમાં પડી ગયા ડોક્ટર્સ! જિંદગી માટે કરી રહી છે સંઘર્ષ
OMG: 325 ગ્રામની બાળકીને જોઈને આશ્ચર્યમાં પડી ગયા ડોક્ટર્સ! જિંદગી માટે કરી રહી છે સંઘર્ષ
બ્રિટનમાં જન્મેલી 325 ગ્રામની બાળકી હેનાને ડોક્ટર્સ Fighter કહી રહ્યા છે. (Image credit- Yahoo Life UK)
Britain baby born weighing just 325g: બ્રિટનમાં જન્મેલી 325 ગ્રામની બાળકી હેનાને ડોક્ટર્સ Fighter કહી રહ્યા છે. તેની બચવાની શક્યતા 20 ટકાથી પણ ઓછી હતી, પરંતુ બાળકીએ ચમત્કાર કર્યો.
Britain baby born weighing just 325g: બ્રિટનમાં જન્મેલી ટાઈની હેન્ના (Tiny Hannah) UKના 20 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની બાળકી છે જે જીવતી બચી છે. હેન્નાનું વજન માત્ર 325 ગ્રામ છે. તેની બચવાની શક્યતા 20 ટકાથી પણ ઓછી હતી, પરંતુ બાળકીએ ચમત્કાર કર્યો. તેનું વજન વધી રહ્યું છે. તેણે જાતે જ શ્વાસ લેવાનો પ્રયાસ પણ કર્યો. તે જીવન સાથે સંઘર્ષ કરી રહી છે. બેબી હેનાનો જન્મ 25મા અઠવાડિયામાં થઈ ગયો હોવાના કારણે તેનો સંપૂર્ણ વિકાસ થઈ શક્યો નથી. હવે તબીબો તેને બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
હેનાની માતા એલી પેટન (Elli Paton) પોતે માત્ર 17 વર્ષની છે. તેના માટે પોતાના બાળકને આ સ્થિતિમાં જોવું સરળ નથી. હેન્ના હવે ઇન્ક્યૂબેટરમાં છે. તે એટલી નબળી છે કે ઠંડીથી બચાવવા માટે બ્લેન્કેટને બદલે તેને બબલરેપ કરવામાં આવી છે. કારણ કે તે બ્લેન્કેટની સરખામણી ખૂબ જ વજનમાં હળવા હોય છે.
22મા સપ્તાહમાં 16 સપ્તાહ જેવો ગ્રોથ
એલી અને તેના પાર્ટનર બ્રેન્ડન સ્ટિબલ્સને નિયમિત સ્કેનિંગ દરમિયાન બાળકના ઓછા ગ્રોથ વિશે ડોકટરો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ડો.ના જણાવ્યા અનુસાર પ્રેગ્નન્સીના 22માં અઠવાડિયામાં પણ બેબી હેનાનો ગ્રોથ 16 અઠવાડિયાના બાળક જેટલો હતો. જેને લઈને ડોક્ટર્સે ચિંતા વ્યક્ત કરી હતી. થોડા અઠવાડિયા પછી 25મા અઠવાડિયામાં એલીએ હેનાને જન્મ આપ્યો. તે એક ઇમરજન્સી સર્જરી હતી જે ડિલિવરી માટે કરવી પડી હતી.
29 ડિસેમ્બર 2021ના રોજ એલીની તબિયત અચાનક બગડી હતી. પેટ અને છાતીમાં દુખાવાને કારણે તેને આયરશાયરની ક્રોસહાઉસ હોસ્પિટલ (Crosshouse Hospital in Ayrshire)માં દાખલ કરવી પડી હતી, પરંતુ ત્યાં આરામ ન મળતા તેને તરત ગ્લાસગોની ક્વિન એલિઝાબેથ હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં બેબી હેનાનો જન્મ થયો હતો.
અચાનક તબિયત બગડતાં સી-સેક્શન કરવું પડ્યું
એલી પેટનના જણાવ્યા અનુસાર રૂટિન ચેકઅપ દરમિયાન તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. થોડીક હળવી સારવાર પછી બ્લડ પ્રેશર 2 દિવસમાં સામાન્ય થઈ ગયું. ત્યારે એવું લાગ્યું કે બધું સારું થઈ ગયું છે. ઘરે પહોંચ્યા પછી અચાનક દુખાવો થયો અને સર્જરી કરવી પડી.
હેન્નાની પહેલા યુકેમાં 2003માં જન્મેલી સૌથી નાની બાળકી આલિયા હાર્ટ હતી, જેનું વજન 12oz જ્યારે હેન્નાનું વજન 11oz (325g) છે. હેન્નાનું વજન 500 ગ્રામ થઈ જશે પછી તેને ક્રોસહાઉસ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. હાલમાં એલીની માતા સ્ટેસી મિલર મુશ્કેલ સમયમાં તેની સાથે છે. આશા છે કે હેના ટૂંક સમયમાં તેના માતાપિતા સાથે ઘરે જઈ શકશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર