World’s Most Scary Island : ભૂતિયા ટાપુની સ્ટોરી... જ્યાં એકસાથે 1 લાખ 60 હજાર લોકોએ ગુમાવ્યો હતો જીવ!
World’s Most Scary Island : ભૂતિયા ટાપુની સ્ટોરી... જ્યાં એકસાથે 1 લાખ 60 હજાર લોકોએ ગુમાવ્યો હતો જીવ!
અહીં કેટલાક દિવસો માટે નર્સિંગ હોમ પણ ચલાવવામાં આવતું હતું પરંતુ 1968થી તે સંપૂર્ણપણે બંધ છે.
World’s Most Scary Island : પોવેગ્લિયા આઇલેન્ડ (Poveglia Island)માં 1930ની આસપાસ માનસિક હોસ્પિટલ (Mental Hospital) હતી. નજીકના લોકો આ સ્થળ વિશે એકથી એક ભૂતિયા સ્ટોરીઓ કહે છે.
World’s Most Scary Island : દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે આપણે જાણતા નથી. કેટલીક જગ્યાઓ સ્વર્ગ જેટલી સુંદર હોય છે અને ત્યાં માનવી ભાગ્યે જ પહોંચે છે, તો કેટલીક જગ્યાઓ એવી હોય છે જેના વિશે લોકો જાણે છે પણ ત્યાં પહોંચવાની હિંમત નથી કરતા. આવી જગ્યાઓમાંથી એક છે - ઇટાલીનો પોવેગ્લિયા આઇલેન્ડ (Poveglia Island). આ ટાપુ (Italy’s Ghost Island) સાથે જોડાયેલી વાતો તમને આશ્ચર્યથી ભરી દેશે.
તેને દુનિયાનો સૌથી ડરામણો ટાપુ પણ કહેવામાં આવે છે. આ ડર તમે એ વિચારીને જ અનુભવી શકો છો કે આ જગ્યા 54 વર્ષથી સંપૂર્ણપણે બંધ છે અને અહીં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ છે. આ સ્થળ સાથે સંબંધિત
આવી વાર્તાઓ પ્રસિદ્ધ છે, જેના પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ટાપુ તરફ જોવાની હિંમત કોઈ ક્યારેય એકઠી કરી શકશે નહીં.
ટાપુ પર એક માનસિક હોસ્પિટલ હતી...
મિરરના અહેવાલ મુજબ, 20મી સદીના મધ્ય સુધી આ સ્થાન પર માનસિક રોગોની હોસ્પિટલ ચાલતી હતી. એવું કહેવાય છે કે આ હોસ્પિટલની સ્થાપના વર્ષ 1930ની આસપાસ કરવામાં આવી હતી. ત્યારે કહેવાય છે કે હોસ્પિટલના ડાયરેક્ટરે ઊંચા ટાવર પરથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. આ પછી તે આત્મહત્યા સાથે જોડાયેલી તમામ વાતો બહાર આવવા લાગી.
ભૂતિયા ટાપુ
એવી પણ અફવા છે કે હોસ્પિટલમાં હાજર દર્દીઓ પર વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા હતા. આજે પણ અહીં નિર્જન બિલ્ડીંગોમાં ડોકટરોના સાધનો અને પથારીઓ તૂટેલા છે. અહીં કેટલાક દિવસો માટે નર્સિંગ હોમ પણ ચલાવવામાં આવતું હતું પરંતુ 1968થી તે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.
160,000 લોકો એકસાથે મૃત્યુ પામ્યા
પોવેગ્લિયા ટાપુ વેની અને લિડો શહેરની વચ્ચે છે. એવું માનવામાં આવે છે કે 14મી સદીમાં અહીં પ્લેગની બીમારી ફેલાઈ હતી અને લગભગ 1 લાખ 60 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. બ્લેક ડેથની શંકાસ્પદ લોકોને આ જગ્યાએ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. છેલ્લા 54 વર્ષથી અહીં કોઈ નથી ગયું અને ટાપુ પરની ઇમારતોને પણ નુકસાન થયું છે. વર્ષ 2015માં તેને ફરીથી વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે થઈ શક્યું ન હતું. ત્યારથી માત્ર YouTubers જ અવારનવાર અહીં પહોંચે છે અને ટાપુના વીડિયો પોસ્ટ કરતા રહે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર