ભોલે શંકર અને હનુમાનજીના નામે આવી ચિઠ્ઠી- ડાક વિભાગ પરેશાન

આ સ્પીડ પોસ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી મોકલવામાં આવી છે. આ લેટરને આપવા માટે પોસ્ટમેન મંદિરમાં પણ ગયો, પરંતુ...

News18 Gujarati
Updated: March 18, 2019, 7:36 AM IST
ભોલે શંકર અને હનુમાનજીના નામે આવી ચિઠ્ઠી- ડાક વિભાગ પરેશાન
આ સ્પીડ પોસ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી મોકલવામાં આવી છે. આ લેટરને આપવા માટે પોસ્ટમેન મંદિરમાં પણ ગયો, પરંતુ...
News18 Gujarati
Updated: March 18, 2019, 7:36 AM IST
ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના દુબોલિયા પોસ્ટ ઓફિસમાં હાલમાં એક પત્ર ચર્ચામાં છે. અહીંનો પોસ્ટ વિભાગ હનુમાન જી અને શંકર ભગવાનના નામ પર આવેલા એક સ્પીડ પોસ્ટથી પરેશાન છે. આ સ્પીડ પોસ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી મોકલવામાં આવી છે. આ લેટરને આપવા માટે પોસ્ટમેન મંદિરમાં પણ ગયો, પરંતુ કોઈએ રિસિવ ન કરી.

દુબોલિયા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે, શનિવારે હનુમાન જી અને શંકર ભગવાનના નામે એક રજિસ્ટ્રી આવી હતી, જેના પર કસ્બામાં સ્થિત હનુમાનગઢી મંદિરનું સરનામું નોંધેલુ છે. સાંજે જ્યારે પોસ્ટમેન લેટર લઈ મંદિરમાં આપવો ગયો તો, પુજારીએ લેવાની ના પાડી દીધી. પુજારીનું કહેવું છે કે, આ ચીઠ્ઠી હનુમાનજી અને શંકર ભગવાનના નામ પર આવી છે તો, તેમને સોંપવામાં આવે.

નિરાશ થઈ પાછો આવ્યો પોસ્ટમેન

ત્યારબાદ પોસ્ટમેને મંદિરની આસપાસ હનુમાનજી અને શંકર ભગવાન નામના વ્યક્તિઓ વિશે તપાસ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને નિરાશા મળી.

પોસ્ટ માસ્તરે કહ્યું કે, લેટરથી ખબર પડે છે કે, દુબોલિયા કસ્બામાં કોઈ કમલા પ્રસાદ અગહરિ નામનો વ્યક્તિ છે. જેણે કોર્ટ કેસ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આ લેટર મોકલાવ્યો છે. જો કોઈ દાવેદાર નહી મળે તો પત્ર પાછો મોકલવામાં આવશે.
First published: March 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...