રોમ : ઈટલી (Italy)માં કોરોના વાયરસ (Coronavirus)નો જોરદાર કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ત્યાં લૉક ડાઉન (Lock Down) છે. ઈટલીના લોકો પોતપોતાના ઘરમાં કેદ છે. એવા સમયે એક પૉર્ન સાઇટ (Porn Site)એ પોતાનું કન્ટેન્ટ મફત (Free) કરી દીધું છે. પૉર્નહબ (PornHub)ના નામથી જાણીતી પૉર્ન સાઇટે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ ઈટલીના લોકો માટે મફત કરી દીધું છે. પૉર્ન સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેનું પ્રિમિયમ કન્ટેન્ટ આગામી 3 એપ્રિલ સુધી ઈટલીના લોકો મફતમાં જોઈ શકશે.
ડેઇલી મેઇલના એક રિપોર્ટ મુજબ, પૉર્નહબે તેને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઈટલીમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતાં સાઇટ મૉડલહબ પ્લેટફોર્મમાં થયેલી કમાણીને બીમારીનો સામનો કરવા માટે આર્થિક મદદ તરીકે દાનમાં આપશે.
ઈટલીના લોકોની મદદ કરવા માંગે છે પૉર્ન સાઇટ
પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે, 'અમે આપ સૌને પ્રેમ કરીએ છીએ. પૉર્નહબએ નિર્ણય લીધો છે કે તેઓ મૉડલહબથી થનારી કમાણીનો કેટલોક હિસ્સો કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરવા આર્થિક મદદ તરીકે દાનમાં આપશે. આ દરમિયાન આપ લોકોની મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે મફત કરી દીધું છે. આપને નાણા ખર્ચ કરવાની જરૂર નથી.'
પૉર્નહબ દુનિયાની સૌથી જાણીતી અને મોટી પૉર્ન સાઇટ છે. તેને 2007માં લૉન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ સાઇટને 42 બિલિયન એટલે કે 4200 કરોડ વખત જોવામાં આવી. આ સાઇટ પર દરરોજ 115 મિલિયન એટલે કે 11 કરોડથી વધુ લોકો આવ્યા. પૉર્નહબમાં ટ્રાફિક આવવાના મામલામાં ઈટલી સાતમા સ્થાને છે. એટલે કે પૉર્નહબને સૌથી વધુ જોનારા દેશોમાં ઈટલીનો નંબર સાતમો છે.
2019માં સાઇટે પોતાના ટૉપ ટ્રાફિકવાળા 20 દેશોની યાદી બનાવીહતી. તેમાં અમેરિકા, જાપાન અને યુકે પહેલા ત્રણ સ્થાન પર રહ્યા.
પૉર્ન સાઇટ પર કોરોના વાયરસના ટાઇટલવાળા વીડિયો
થોડા દિવસો પહેલા સાઇટ્સે કોરોના વાયરસ ફેલાવવાનો ફાયદો પણ ઉઠાવ્યો. સાઇટ પર એવું કન્ટેન્ટ મૂકવામાં આવ્યું જેમાં પૉર્ન એક્ટર અને એક્ટ્રેસ માસ્ક અને સર્જિકલ ગાઉન પહેરેલા જોવા મળ્યા. તે વીડિયોના ટાઇટલ પણ કોરોના વાયરસ આપવામાં આવ્યા છે.
ડેઇલી મેઇલ સાથે વાત કરતાં એક પૉર્ન એક્ટરે જણાવ્યું કે, હું વિચારું છું કે લોકોએ કોવિડ-19 થીમના પૉર્નને પસંદ કર્યું. આ બિલકુલ એવું જ છે જેને લોકો હૉરર ફિલ્મો જોવી પસંદ કરે છે. આપણે સૌ લોકો એવી ચીજોની તલાશમાં રહીએ છીએ જે આપણને જીવતા હોવાનો અહેસાસ કરાવે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને લઈને ડર અને રહસ્યનો માહોલ છે. આપણને કેટલીક ચીજોનો અહેસાસની જરૂર છે અને તેનાથી સારું બીજું શું હોઈ શકે.
એક્ટરના જણાવ્યા મુજબ, તેમના કેટલાક કન્ટેન્ટમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાની જાણકારી પણ આપવામાં આવી છે. પૉર્નહબ સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમનો પ્રયાસ લોકોને જાગૃત કરવાનો પણ છે.