કહેવાય છે કે ઉપરવાળો જ્યારે પણ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. કંઈક આવી જ ઘટના થાઈલેન્ડની (thailand) એક ગરીબ મહિલા (poor woman) સાથે બની છે. થાઈલેન્ડની મહિલાની કિસ્મત ઘોંઘાના (snail) (એક પ્રકારનું દરિયાઈ જીવ) કારણે બદલાઈ ગઈ હતી. મહિલાનું નામ Kodchakorn Tantiwiwatkul છે. ગરીબી સામે લડી રેહલી મહિલાની કિસ્મત એવી પલ્ટી કે રાતોરાત કરોડપતિ બની ચુકી છે.
ખાવા માટે લાવી હતી ઘોંઘા અને બદલાઈ ગઈ કિસ્મત
વેબસાઈટ મિરરને આ મહિાલની બદલતી કિસ્મત અંગેની કહાની શેર કરતા લખ્યું હતું કે, Kodchakornની કિસ્મત એક ઘોંઘેના કારણે બદલાઈ હતી. મહિલા પોતાના ઘરે પકાવવા માટે એક કિલો ઘોંઘા લાવી હતી. થાઈલેન્ડના ચલણમાં એક કિલો ઘોંઘાની કિંમત 70 બાટ એટલે કે 163 રૂપિયા ખર્ચા હતા. પરંતુ એક ઘોંઘાએ તેની કિસ્મત બદલી નાંખી હતી.
ઘોંઘાના પેટમાંથી નીકળ્યો મોત
મહિલા ખાવા માટે ઘોંઘા રાંધવા માટે તેની સફાઈ કરી રહી હતી. ત્યારે તેના પેટ કાપીને ગંદગી કાઢી રહી હતી. અચાનક એક ઘોંઘાના પેટમાંથી મોતી નીકળ્યો હતો. પહેલા તો Kodchakornને તેને મામૂલી પત્થર સમજ્યો હતો પરંતુ પાછળથી ખબર પડી કે આ તો એક દુર્લભ મોતી છે. ઘોંઘાના પેટમાંથી મહિલાને 1.5 સેન્ટીમિટર ઓરેન્જ મેલો પર્લ (Orange Melo Pearl) મળ્યો હતો.
આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ
આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર
આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા
આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?
2 કરોડ પહોંચી કિંમત
જ્યારે ઘોંઘાના પેટમાંથી મળેલા મોતીની ખબર ફેલાઈ તો વેપારીઓ તેને ખરીદવા માટે સામે આવ્યા હતા. 30 જાન્યુઆરીએ મળેલા મોતીની કિંમત સૌથી પહેલા 21 લાખ લગાવવામાં આવી. ત્યારબાદ થાઈલેન્ડના એક અન્ય કારોબારીએ 88 લાખ કિંમત લગાવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ મોતીના બદલે બે કરોડ ચૂકવવા માટે તૈયારી દાખવી હતી.
હજી વધારે વધશે કિંમત
જ્યારે ચીનના કારોબારીએ મોતીના બદલે બે કરોડ આપવાની વાત કરી તો લોકોને લાગ્યું કે મહિલા આને વેચી દેશે પરંતુ મહિલાને લાગે છે કે તેને મોતીના બદલે તેને વધારે પૈસા મળશે. આવી સ્થિતિમાં તે હજી ઊંચી કિંમતી રાહ જોઈને બેઠી છે. મહિલાની માતા કેન્સરની દર્દી છે. આવી સ્થિતિમાં તે મોતી વેચીને માતાની સારવાર કરાવશે.