પાકિસ્તાની પોલીસકર્મી રસ્તા પર લગાવી રહ્યાં છે બાળકોની બોલી,રૂ.50,000માં ખરીદી લો દીકરો'

વાયરલ વીડિયો પરથી તસવીર

Viral Video: એક વીડિયો હાલ ટ્વિટર (Twitter Account) પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પોલીસ કર્મચારી (Policeman selling his children) માત્ર 50,000 રૂપિયામાં તેના બાળકોને વેચતો જોવા મળી રહ્યો છે.

  • Share this:
સોશિયલ મીડિયા (Viral Video of Social Media) પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ યુનિફોર્મમાં ઊભેલો એક વ્યક્તિ (Policeman selling his children) તેના બે બાળકો સાથે રસ્તા પર કંઈ અપીલ કરી રહ્યા છે.

આ વીડિયોને ઝડપથી રિટ્વીટ કરવામાં આવી રહ્યો છે (Pakistan Policeman Viral Video). તેની ભાષા જુદી છે, પરંતુ તે પોતાના બાળકોને 50,000 રૂપિયામાં વેચવા માટે બોલી લગાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

Viceના જણાવ્યા અનુસાર આ કેસ પડોશી દેશ પાકિસ્તાન (Pakistan Viral Videos)નો છે. ચોંકાવનારો વીડિયો પાકિસ્તાનના સિંધ વિસ્તારનો છે, જ્યાં પોલીસ કર્મચારી ઘોટકી જિલ્લામાં રહે છે. તે જેલ વિભાગમાં કામ કરે છે અને તેના તત્કાલીન સંજોગો એવા બની ગયા છે કે તે તેના બે નાના બાળકોની હરાજી કરવા રસ્તા પર ઊભો છે. આ આખો મામલો એકદમ સંવેદનશીલ છે.

આ પણ વાંચો: ગરીબો પર થાય છે પ્રદૂષણની સૌથી વધારે અસર, આ ઉપાયોથી થઈ શકે છે બચાવ

પોલીસકર્મી છે ભ્રષ્ટાચારથી પરેશાન
વીડિયો શેખ સરમદ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળેલો પોલીસકર્મી નિસાર લશારી હોવાનું કહેવાય છે. તે કહે છે કે તે જેલ વિભાગનો કર્મચારી છે.

આ પણ વાંચો: એક સમયે ભારત કરતાં ગરીબ હતું ચીન, હવે કેવી રીતે બન્યો વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ

અહીં તેના વરિષ્ઠો બાળકની સારવાર માટે રજા આપવાના બદલામાં લાંચની માંગ કરી રહ્યા છે. જ્યારે તે લાંચ ન આપી શક્યો ત્યારે તેની રજાઓ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં શહેરથી દૂર 120 કિલોમેટર લારકાનામાં પણ લશારીની બદલી કરવામાં આવી હતી. તે તેના બોસ સામે ફરિયાદ પણ કરી શકતો નથી, કારણ કે તેની પાસે ટોચ સુધી પહોચ છે.આ પણ વાંચો: આમિર ખાને કિરણ રાવથી છૂટા થવા આટલા પૈસા ચૂકવવા પડશે, આંકડો જોઈ હોશ ઉડી જશે

આ વિડિયોથી હલ થઈ સમસ્યા
ભ્રષ્ટાચારથી પીડાતા નિસારે ઘોટકીના રસ્તા પર ઊભા હતા અને તેમણે તેના બીમાર બાળક માટે 50,000ની બોલી લગાવવાનું શરૂ કર્યું હતું. વેબસાઈટના જણાવ્યા મુજબ નિસાર લશારીનો વીડિયો વાયરલ થયા બાદ તેનો ફાયદો થયો હતો. તેમની ફરિયાદ સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ સુધી પહોંચી ગઈ છે. આ કેસમાં તેમણે દરમિયાનગીરી કરી નિસારની નોકરી ઘોટકીમાં રાખવાનો આદેશ આપ્યો હતો અને બાળકની સારવાર માટે 14 દિવસની રજા પણ આપવા જણાવ્યું હતું.
Published by:Riya Upadhay
First published: