નવી દિલ્હીઃ કહેવાય છે કે, પ્રાણીઓમાં કૂતરું મનુષ્યનું સૌથી સારું દોસ્ત હોય છે. તે પોતાના માલિક માટે કંઈ પણ કરી શકે છે. આવું જ એક કૂતરું થોડા દિવસો પહેલા કેરળ (Kerala Landslide)ના ઇડુક્કીમાં થયેલા ભૂસ્ખલન બાદ સામે આવ્યું હતું. આ ભૂસ્ખલનમાં એક પરિવાર ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ તેમનો કૂવી (Koovi Dog) નામનો કૂતરો તેમને શોધવા માટે લાગી ગયો હતો. તે તેમની રાહ જોતાં અનેક દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો રહ્યો હતો. હવે કેરળના જ એક પોલીસ અધિકારીએ તેને દત્તક લઈ લીધો છે.
આ પોલીસ અધિકારી છે ડૉગ સ્ક્વોડના ટ્રેનર અજીત માધવન. તેઓએ આ ભૂખ્યા-તરસ્યા કૂતરાને દત્તક લેવા માટે વન વિભાગ અને જિલ્લા પ્રશાસનની મંજૂરી પણ લઈ લીધી છે. જ્યારે કેરળના ઇડુક્કીમાં વરસાદના કારણે ભૂસ્ખલન આવ્યું હતું તો ત્યાં અનેક પરિવાર કાટમાળમાં દબાયા હતા.
આ પણ વાંચો, દુનિયાનું સૌથી મોંઘું માસ્કઃ હીરા જડિત સોનાના માસ્કની કિંમત 11 કરોડ રૂપિયાથી વધુ
ત્યારબાદ એ જોવા મળ્યું હતું કે કૂવી સતત એક જ સ્થળે જઈને વારંવાર રોકાઈ જતો હતો. એવામાં જ્યારે તે સ્થળનું ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. આ એ જ પરિવારનું સંતાન હતું, જેને કૂવીએ ઉછેર્યું હતું.
આ પણ વાંચો, ગણપતિ બાપ્પાની સાથે સુશાંત સિંહનો Photo વાયરલ, બહેને શૅર કરી લખ્યો ખાસ મેસેજ
આ જોઈને પોલીસ અધિકારી અજીત માધવન અને ગામ લોકોથી રહેવાયું નહીં. ત્યારબાદ અજીત માધવને કૂવીને દત્તક લેવાનો નિર્ણય લઈ લીધો હતો. હવે કૂવી પણ નવું ઘર મેળવીને પહેલાથી સ્વસ્થ્ય લાગી રહ્યો છે. કેરળના ઇડુક્કીમાં પડેલા ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં અનેક મકાન દબાઈ ગયા હતા. તેમાં 43થી વધુ લોકોનાં મોત થયા હતા.
Published by:Mrunal Bhojak
First published:August 23, 2020, 12:03 pm