Home /News /eye-catcher /વાહન ચેકિંગ દરમિયાન ડિક્કીમાંથી નીકળ્યો કોબ્રા, પોલીસકર્મીઓ મૂઠી વાળીને નાસ્યા!

વાહન ચેકિંગ દરમિયાન ડિક્કીમાંથી નીકળ્યો કોબ્રા, પોલીસકર્મીઓ મૂઠી વાળીને નાસ્યા!

બાઇકની ડિક્કીમાંથી નીકળ્યો કોબ્રા

Cobra found from Bike: ડિક્કીમાં બંધ કોબ્રા એટલો છંછેડાયો હતો કે ફેણ ચઢાવીને રસ્તાની વચ્ચે જ બેસી ગયો હતો અને ફૂંફાડા મારવા લાગ્યો હતો. આ નજારો જોઈને લોકોને ગમ્મત પડી હતી. જોકે, હાજર પોલીસકર્મીઓનો શ્વાસ જરૂર અધ્ધર થઈ ગયો હતો.

    નવી દિલ્હી: તહેવારો પર પોલીસ તરફથી વાહનોની તપાસ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવતું હોય છે. તહેવારોના દિવસોમાં શાંતિ ડહોળાય તેવા પ્રયાસો ન થાય તેમજ અસામાજિક તત્વો પર કાબૂ મેળવવા માટે પોલીસ વાહનોની તપાસ કરતી હોય છે. આ માટે વિવિધ ચેક પોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવે છે. આવા જ એક ચેક પોઇન્ટ પર વાહન તપાસ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. હકીકતમાં એક સાપને કારણે ફરજ પર હાજર પોલીસકર્મીઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા.

    ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ડુમરિયાગંજ હાઇવે પર આ બનાવ બન્યો હતો. હકીકતમાં અહીં પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ એક ચાલકને પોતાના વાહનની ડિક્કી ખોલવાનું કહેતા તેમાંથી ઝેરી કોબ્રા નીકળ્યો હતો. પોલીસે ડિક્કી ખોલવાનો ઈશારો કર્યા બાદ ચાલકે ડિક્કી ખોલી તો અંદર ફેંણ ચઢાવીને કોબ્રા બેઠો હતો. ઝેરી કોબ્રાને જોઈને પોલીસકર્મીઓએ દોટ મૂકી હતી. જે બાદમાં સાપ ડિક્કીમાંથી નીકળીને રસ્તાની વચ્ચો વચ્ચ ફેંણ ચઢાવીને બેસી ગયો હતો. બાદમાં ઝેરી કોબ્રાને જોવા માટે લોકોની ભીડ જામી હતી.

    છંછેડાયેલો કોબ્રા રસ્તા વચ્ચે જ બેસી ગયો!


    ડિક્કીમાં બંધ કોબ્રા એટલો છંછેડાયો હતો કે ફેણ ચઢાવીને રસ્તાની વચ્ચે જ બેસી ગયો હતો અને ફૂંફાડા મારવા લાગ્યો હતો. આ નજારો જોઈને લોકોને ગમ્મત પડી હતી. જોકે, હાજર પોલીસકર્મીઓનો શ્વાસ જરૂર અધ્ધર થઈ ગયો હતો. હકીકતમાં બસ્તી જનપદના સોનહા પોલીસ મથક હેઠળ આવતા કુંવનો નદીના શિવઘાટ પુલ પર સોનહા પોલીસ તરફથી તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

    આ પણ વાંચો: ઑનલાઇન લૂડો રમતા એકબીજાને દિલ દઇ બેઠા, એકદમ ફિલ્મી અંદાજમાં થયા લગ્ન

    તપાસ દરમિયાન પોલીસે એક બાઇકને અટકાવ્યું હતું અને ચાલકને ડિક્કી ખોલવાનું કહ્યું હતું. ડિક્કીમાંથી એક બોરી મળી હતી. બોરી ખોલતા જ તેમાંથી એક ઝેરી કોબ્રા મળ્યો હતો. પછી શું? કોબ્રાને જોઈને તમામ લોકો ભાગ્યા હતા. બાદમાં થોડે દૂર ઊભા રહીને લોકો તમાશો જોવા લાગ્યા હતા. પોલીસ પણ કોબ્રાને જોઈને ડરી ગઈ હતી.
    " isDesktop="true" id="1260609" >

    કોબ્રાનો વીડિયો વાયરલ


    આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં આસપાસથી પસાર થઈ રહેલા લોકોએ ઝેરી કોબ્રાનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન બાઇક ચાલકે જણાવ્યું હતું કે તે મદારી છે. તે બાજુના ગામમાંથી સાપ પકડીને જંગલમાં છોડવા માટે જઈ રહ્યો હતો. જોકે, પોલીસ તપાસ દરમિયાન તે પકડાયો હતો. પોલીસે પણ બાઇક ચાલકને સાપને જંગલમાં છોડવા માટે જવા દીધો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Snake, Video, Viral news, ઉત્તર પ્રદેશ

    विज्ञापन
    विज्ञापन