આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવા માટે કોઇપણ હદ પાર કરી નાખે છે. અજીબોગરીબ હરકત તેમને ટૂંકા ગાળા માટે ફેમસ બનાવી નાખે છે અને તેમના વિડીયો (weird videos) ઝડપથી વાયરલ (viral videos) પણ થવા લાગે છે. કેટલીક વાર તો લોકો ભીડભાડ વાળી જગ્યાઓ (strange videos in public places) પર પહોંચીને કંઈક એવું કરી નાખે છે જેથી સૌ ચોંકી જાય છે.
આ દિવસોમાં એક મહિલા ખૂબ ચર્ચામાં છે જેણે મોલમાં કંઈક એવું કરી નાખ્યું કે તેની હરકતે સૌને ચોંકાવી નાખ્યા. આ મહિલા મોલમાં કપડાં (Woman spotted in mall without clothes) પહેર્યા વિના ફરતી જોવા મળી. તેણે પોતાના શરીર પર ફક્ત પેઇન્ટ (Woman with body paint seen in mall) લગાવ્યું હતું!
ફેમસ પ્લેબોય મોડેલ (playboy model) ફ્રાંસિયા જેમ્સ (Francia James)એ અમેરિકાના મિયામી સ્થિત એક મોલ (Nude Model In American Mall)માં બહુ વિચિત્ર કામ કર્યું. આ મહિલા ત્યાં વગર કપડે પહોંચી ગઈ. તેણે પોતાનું શરીર પેઇન્ટથી ઢાંક્યું હતું અને તે યુવાનોને અખરોટ વેંચતી જોવા મળી હતી. તેનો લુક નટક્રેકર ડોલ જેવો લાગતો હતો જેના મોંમાં અખરોટ ફસાવીને તોડી શકાય છે. આ ડોલ દેખાવમાં કોઈ રોયલ સેનાના સૈનિક જેવી લાગે છે.
ફ્રાંસિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ આખી ઘટનાનો વિડીયો શેર કરીને લોકોને ચોંકાવી નાખ્યા. પહેલી નજરે લોકોને એવું લાગ્યું કે તેણે ટાઈટ કપડાં પહેર્યા છે પણ જ્યારે નજીકથી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે કંઈ પહેર્યું નથી, ફક્ત પોતાના શરીર પર પેઇન્ટ લગાવ્યું હતું.
મહિલાનો આ પ્રેન્ક પુરુષોના નો-નટ નવેમ્બર (No-Nut November Challenge) ચેલેન્જને તોડવા માટે હતો. આ એક સોશિયલ મીડિયા ચેલેન્જ હોય છે જેમાં લોકો કોઇપણ પ્રકારના શારીરિક સંબંધથી બચીને પોતાની ઇચ્છાઓ પર સંયમ રાખે છે. વીડિયો 21 નવેમ્બરે શેર કરવામાં આવ્યો હતો જ્યારે આ ચેલેન્જ ચાલી રહી હતી.
ગાર્ડ્ઝે જેવી ફ્રાંસિયાને જોઈ તેઓ ચોંકી ગયા અને તરત તેને ધક્કો મારીને બહાર કાઢી. વીડિયોમાં મહિલા કહેતી જોવા મળી રહી છે- મને વિશ્વાસ નથી આવતો કે મને બહાર ધકેલી દેવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને 17 લાખથી વધુ લોકોએ જોયો છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સિયા એક એડલ્ટ મોડલ છે અને તે હંમેશા પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ભૂતકાળમાં પણ તે ભીડભાડવાળા વિસ્તારોમાં વિચિત્ર કામ કરતી જોવા મળી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર