બ્રિજ નીચે ફસાયું પ્લેન, ટ્રક ડ્રાઇવરે આપ્યો આવો Idea, પછી શું થયું જુઓ Video

News18 Gujarati
Updated: October 24, 2019, 4:17 PM IST
બ્રિજ નીચે ફસાયું પ્લેન, ટ્રક ડ્રાઇવરે આપ્યો આવો Idea, પછી શું થયું જુઓ Video
ફસાયેલા પ્લેનની તસવીર

પ્લેનને ટ્રક ઉપર લૉડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાતું હતું ત્યારે આ બ્રિજના નીચે ફસાયું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ચીનના હાર્બિનમાં એક અજીબોગરીબ ઘટના બની છે. જેમાં લોકોને હેરાન કરી મૂક્યા હતા. એક બ્રિજ નીચે એક પ્લેન ફસાયું હતું. ન્યૂ ચાઇના ટીવીના સમાચાર પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે એક ટ્રક પ્લેનને લઇ જઇ રહ્યું હતું. સોશિયલ મીડિયા (Social media)માં આ વીડિયો (Video viral) વાયરલ થઇ રહ્યો છે. ડેમેજ એરપ્લેનને ટ્રક દ્વારા બ્રિજના નીચે લઇ જવાતું હતું. પરંતુ પ્લેન બ્રિજ નીચે ફસાઇ ગયું હતું. હવે કર્મચારીઓ વિચારમાં પડી ગયા હતા કે આ પ્લેનને કેવી રીતે બ્રિજ કાઢીશું.

બે દિવસ પહેલા આ વીડિયોને યૂટ્યુબ (youtube) ઉપર શેર કરવામાં આવ્યો હતો. જેને 13 હજારથી વાધારે લોકો જોઇ ચૂક્યા હતા. ટ્વિટર (twitter)ઉપર આ વીડિયોને 27 હજાર વ્યૂજ મળી ચૂક્યા છે. આ વીડિયોને ચીની સોશિયલ મીડિયા પ્લેફોર્મ વીબો ઉપર પણ શૅર કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ-#Dabangg3Trailer: જબરદસ્ત એક્સનવાળો છે સલમાનખાનનો ચુલબુલ પાંડે અવતારપ્લેનને બ્રિજ નીચેથી કેવી રીતે કાઢવું આ પ્રશ્ન ઉપર કર્મચારીઓ વિચાર કરી રહ્યા હતા ત્યાં જ ટ્રકના ડ્રાઇવરને એક આઇડિયા (Idea) આવ્યો અને તે કારગર રહ્યો હતો. અને પુલ નિચેથી નીકળી ગયું.

આ પણ વાંચોઃ-જીન્સ અને ટૉપ પહેરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવું યુવતીને ભારે પડ્યું , થયું 'આવું'

ન્યૂ ચાઇના ટીવી પ્રમાણે ટ્રક ડ્રાઇવરે ટ્રકના બધા ટાયરોની હવા કાઢી દીધી હતી. જેનાથી પુલ અને પ્લેન વચ્ચે જગ્યા થઇ હતી. આમ પુલ નીચેથી પ્લેનને કાઢી શકાયું હતું. સોશિયલ મીડિયા ઉપર લોકો ભારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ-'પત્નીની સંમતિ વિના પતિ સેક્સ કરે તો..' વિદ્યાર્થીએ ગુજરાત હાઇકોર્ટમાં PIL કરી

ઉલ્લેખનીય છે કે ટ્રકના ટાયર ખુબ જ મોટા હતા. તેમાંથી હવા કાઢ્યા પછી ટ્રક નીચે તરફ સરકવા લાગ્યો હતો. અને પ્લેનની ઉપર જગ્યા થતાં પ્લેન સરતાથી નીકળી ગયું. ત્યારબાદ ટ્રકના ટાયરોમાં ફરથી હવા ભરવામાં આવી હતી અને પ્લેનને યોગ્ય સ્થાને મોકલી આપવામાં આવ્યો હતો.
First published: October 24, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading