VIDEO: પોલીસકર્મીના માથામાં ચઢી બેઠું માંકડુ, 20 મિનીટ વીણતું રહ્યું 'જૂ'ઓ

અડધા કલાક સુધી પોલીસકર્મી તેનું કામ કરતો રહ્યો અને તેમના માથા પર બેઠેલો વાંદરો આરામથી માથામાં જૂ વીણતો રહ્યો

News18 Gujarati
Updated: October 8, 2019, 3:34 PM IST
VIDEO: પોલીસકર્મીના માથામાં ચઢી બેઠું માંકડુ, 20 મિનીટ વીણતું રહ્યું 'જૂ'ઓ
પોલીસકર્મીના માથા પર આવી બેસી ગયું માંકડુ
News18 Gujarati
Updated: October 8, 2019, 3:34 PM IST
આજકાલ પીલિભીતમાં વાંદરાઓનો ભયંકર આતંક ફેલાયેલો છે. મંગળવાર સવારે એક વાંદરો પોલીસ સ્ટેશનની અંદર ઘુસી ગયો. લોકો કઈ સમજે તે પહેલા તો તે પોલીસકર્મીના માથા પર આવીને બેસી ગયો. ત્યારબાદ અડધા કલાક સુધી પોલીસકર્મી તેનું કામ કરતો રહ્યો અને તેમના માથા પર બેઠેલો વાંદરો આરામથી માથામાં જૂ વીણતો રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારબાદ પૂરા શહેરમાં પોલીસકર્મી અને માંકડાની ચર્ચા થઈ રહી છે.

આ મામલો પીલિભીતના એક પોલીસ સ્ટેશનનો છે. સવારથી જ માંકડા પોલીસ સ્ટેશનના પરિસરમાં જોરદાર તોફાન મચાવી રહ્યા હતા. એક માંકડુ પોલીસકર્મી શ્રીકાંત દ્વીવેદીની ઓફિસમાં ઘુસી ગયું અને પોલીસકર્મીના માથા પર ચઢીને બેસી ગયું. પોલીસક્મીના માથા પર બેસી જૂ વીણતું રહ્યું.

આ દરમિયાન પોલીસકર્મી વિનમ્રતાથી માંકડાને ઉતારવાની કોશિસ કરી રહ્યો છે. લગભગ 20 મિનીટ બાદ માંકડુ પોતાની જાતે પોલીકર્મીના માથા પરથી ઉતરી પોલીસ સ્ટેશન પરિસરમાં રહેલા ઝાડ પર ચઢી ગયું. માંકડુ ઉતરતાજ પોલીસકર્મીએ રાહતનો શ્વાસ લીધો. સદનશીબે માંકડાએ પોલીસકર્મીને કોઈ પ્રકારની હાની નથી પહોંચાડી. માંકડુ ગયા બાદ પોલીસકર્મીઓના જીવમાં જીવ આવ્યો.



તમને જણાવી દઈએ કે, પીલિભિત શહેરમાં છેલ્લા કેટલાએ સમયથી વાંદરાનો આતંક ખુબ વધી રહ્યો છે. વાંદરા દ્વારા ઘણી વખત હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. કેટલીક વખત તોફાને ચઢી દુકાનમાંથી વસ્તુ લઈ જાય તો, કોઈના હાથમાંથી ખાવાનું છીનવી લેવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે. સદનશીબે પોલીસકર્મીના માથા પર બેસી વાંદરાએ કોઈ આક્રમકતા નથી બચાવી, નહી તો કઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. જો પોલીસકર્મીઓ જ વાંદરાના આતંકથી સલામત નથી તો સામાન્ય પ્રજાના કેવા હાલ હશે.
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...