પિતાના નસકોરાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા દીકરાએ લાઠીથી હુમલો કરતાં થયું મોત

દીકરો પિતાને લાઠીથી ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેઓ બેભાન થઈને ઢળી ન પડ્યા

દીકરો પિતાને લાઠીથી ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેઓ બેભાન થઈને ઢળી ન પડ્યા

 • Share this:
  પરવેઝ, પીલીભીતઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પીલીભીત (Pilibhit)માં એક દીકરાએ પોતાના પિતા પર લાઠી-ડંડાથી હુમલો કરી તેમની હત્યા (Murder) કરી દીધી. રાત્રે સૂતી વખતે નસકોરા (Snoring)ના અવાજના કારણ ઝઘડો થયા બાદ દીકરાએ આ ક્રૂર કૃત્યને અંજામ આપ્યો. આરોપી દીકરો પિતાને ત્યાં સુધી લાઠી-ડંડાથી મારતો રહ્યો જ્યાં સુધી તેઓ બેભાન થઈને ઢળી ન પડ્યા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દીકરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. મામલાની જાણકારી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ (Police)એ લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને આરોપી દીકરાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લીધો છે.

  મામલો સેરામઉ ઉત્તર પોલીસ સ્ટેશનની હદના સૌધા ગામનો છે, જ્યાં એક હૃદય કંપાવનારી શરમજનક ઘટના બની છે. એક દીકરાએ પોતાના પિતાનો જીવ લઈ લીધો. 65 વર્ષના રામસ્વરૂપ પોતાની પત્ની અને બે દીકરા નવીન અને મુકેશની સાથે સૌધા ગામમાં રહેતા હતા. ઘટના સમયે નાનો દીકરો મુકેશ પોતાની માતા સાથે સંબંધીના ઘરે ગયો હતો. આરોપ છે કે મોટા દીકરા નવીન પોતાના પિતાની સાથે વાત-વાત પર મારઝૂડ કરતો હતો.

  આ પણ વાંચો, સ્પા સેન્ટરની આડમાં દેહવેપાર, 4 યુવક સાથે આપત્તિજનક સ્થિતિમાં ઝડપાઈ 8 યુવતીઓ

  મંગળવાર રાત્રે નવીન અને રામસ્વરૂપ ઘરે એકલા હતા. રાત્રે સૂતા સમયે પિતાના નસકોરાના અવાજને લઈ નવીનનો પિતા સાથે ઝઘડો શરૂ થઈ ગયો. ત્યારબાદ આક્રોશિત નવીને પોતાના પિતા પર લાઠી-ડંડાથી હુમલો કરી દીધો. આરોપી દીકરાએ પોતાના પિતાને લાઠીથી ત્યાં સુધી માર્યા જ્યાં સુધી તેઓ બેભાન થઈને ઢળી ન પડ્યા. ઘટના બાદથી નવીન ફરાર થઈ ગયો છે. સૂચના મળતાં જ સ્થાનિક લોકોની મદદથી નાના દીકરા મુકેશે પોતાને સારવાર માટે તાત્કાલિક સીએચસી લઈને પહોંચ્યા, પરંતુ ત્યાં સુધી ઘાયલ પિતા રસ્તામાં જ મૃત્યુ પામ્યા. મોતના સમાચાર સાંભળતા જ પરિજનોમાં શોક છવાઈ ગયો.

  આ પણ વાંચો, નકલી કૉલ સેન્ટરનો ભાંડો ફુટ્યો, અમેરિકાના નાગરિકો સાથે કરતા હતાં ઠગી

  પોલીસે શું કહ્યું?

  પોલીભીત એસપી જયપ્રકાશે જણાવ્યું કે, હત્યાનું કારણ ઘરનો ઝઘડો છે. ગત રાત્રે નસકોરાના અવાજને લઈ બાપ-દીકરા વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ દીકરાએ ગુસ્સામાં આવી પિતાની હત્યા કરી દીધી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. મૃતકના નાના દીકરાના રિપોર્ટના આધારે આરોપીની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી તલાશ શરૂ કરી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: