Miracle of Science: માનવ શરીરમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું, અમેરિકાના ડોક્ટરોએ કરી કમાલ
Miracle of Science: માનવ શરીરમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું, અમેરિકાના ડોક્ટરોએ કરી કમાલ
ડોક્ટરોએ જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના ત્રણ દિવસ બાદ દર્દીની હાલત બરાબર છે.
Pig Heart Implantation in US: અમેરિકા (America)ની મેરીલેન્ડ હોસ્પિટલ (Maryland Hospital)માં ડોક્ટરોએ દર્દીનો જીવ બચાવવા માટે અંદર ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જે વિશ્વમાં પહેલી વહેલી ઘટના છે. ડોક્ટરોએ જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના ત્રણ દિવસો બાદ વ્યક્તિની હાલત બરાબર છે.
Pig Heart Implantation in US: અમેરિકા (America)ની મેરીલેન્ડ હોસ્પિટલ (Maryland Hospital)માં ડોક્ટરોએ દર્દીનો જીવ બચાવવા માટે અંદર ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ (Pig Heart Implantation in Human Body) કર્યું છે, જે વિશ્વમાં પહેલી વહેલી ઘટના છે. સોમવારે ડોક્ટરોએ જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના ત્રણ દિવસો બાદ વ્યક્તિની હાલત બરાબર છે. આ પ્રકારના પ્રત્યારોપણની ઘટનાને વિજ્ઞાન જગતમાં મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
જોકે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે આ પ્રયોગ ખરેખર કેટલો કામ કરશે પરંતુ આ કેટલાય દાયકાઓથી ચાલી આવેલી, પ્રાણીઓના અંગો ઉપયોગમાં લેવા અંગેની લાંબી શોધનો એક ભાગ છે.
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના ડોક્ટરોનું કહેવું છે કે ટ્રાન્સપ્લાન્ટથી માલૂમ પડ્યું છે કે જીનેટિક રૂપે સંશોધિત કરવામાં આવેલ કોઈ પ્રાણીનું હૃદય તત્કાળ રૂપે માનવ શરીરમાં કામ કરી શકે છે.
એસોસિએટેડ પ્રેસ મુજબ હાર્ટ પેશન્ટ, ડેવિડ બેનેટ 57 વર્ષના છે. તેમના દીકરાએ જણાવ્યું કે ડેવિડ બેનેટને ખબર હતી કે કોઈ ગેરંટી નથી કે આ નવો એક્સપેરિમેન્ટ કામ કરશે પરંતુ તેમની પાસે આમ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસીન યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલ એક નિવેદન મુજબ બેનેટે સર્જરીના એક દિવસ પહેલા જણાવ્યું હતું કે મને ખબર છે કે આ રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવો અંધારામાં તીર મારવા જેવું છે પણ આ મારો છેલ્લો વિકલ્પ હતો કે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે.
રિપોર્ટ્સ મુજબ, ડોનેટ કરવામાં આવેલા હ્યુમન ઓર્ગન્સની દેશમાં ભારે અછત છે, જેથી વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધનનો વિષય બન્યો છે કે પ્રાણીઓના અંગોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે.
યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ મુજબ ગયા વર્ષે અમેરિકામાં ફક્ત 3800થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, જે એક રેકોર્ડ છે.
યુનિવર્સિટીના એનીમલ ટુ હ્યુમન ટ્રાન્સપ્લાન્ટના સાયન્ટીફીક ડિરેક્ટર ડો. મોહમ્મદ મોહિઊદ્દીને જણાવ્યું કે જો આ રીત કામ કરે છે, તો દર્દીઓ માટે તેનો અનંત સપ્લાય થતો રહેશે. પરંતુ આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ કે જેનોટ્રાન્સપ્લાન્ટેશનના પ્રયાસો સફળ નથી થયા કરણ કે દર્દીઓના શરીરે પ્રાણીઓના હૃદયનો સ્વીકાર નથી કર્યો.
યુએનઓએસના ચીફ મેડિકલ ઓફિસર ડો. ડેવિડ ક્લાસેને મેરીલેન્ડ ટ્રાન્સપ્લાન્ટ અંગે કહ્યું કે મને લાગે છે કે તેને ઐતિહાસિક ઘટના તરીકે ગણી શકાય છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર