Home /News /eye-catcher /Viral: જે વ્યક્તિની છાતીમાં ધડકતું હતું ડુક્કરનું હૃદય, હવે શું છે તેની હાલત?

Viral: જે વ્યક્તિની છાતીમાં ધડકતું હતું ડુક્કરનું હૃદય, હવે શું છે તેની હાલત?

USમાં મેરીલેન્ડ હોસ્પિટલમાં દાખલ એક માણસમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું

Pig Heart Transplant to Human: વિશ્વમાં પ્રથમ વખત ડોકટરોએ ડુક્કરનું હૃદય મનુષ્યની છાતીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. 2 મહિના પછી તે વ્યક્તિ સાથે જોડાયેલા બીજા સમાચાર સામે આવ્યા છે.

વિશ્વમાં પ્રથમ વખત ડોક્ટરોએ પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Pig Heart Transplant to Human) કરીને દર્દીનો જીવ બચાવ્યો. મેડિકલ સાયન્સ (Medical Science Miracle)ના આ ચમત્કારિક ઓપરેશનની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. જો કે હવે આ ઘટનાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ જે દર્દીને આ હૃદય આપવામાં આવ્યું હતું (Man with Pig’s Heart Died) તેમની સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર થોડા સમય અગાઉ સામે આવ્યા હતા.

USમાં મેરીલેન્ડ હોસ્પિટલમાં દાખલ એક માણસમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું


અમેરિકા (United States News)ની મેરીલેન્ડ હોસ્પિટલ (Maryland hospital)માં દાખલ થયેલા માણસને જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું ત્યારે તે યોગ્ય રીતે બચી રહ્યો હતો. જો કે આ ઘટનાના 2 મહિના પછી દર્દીને ફરી એક વાર તકલીફ થવા લાગી અને હવે પછી તેનું મૃત્યુ થયું હતું.

ઓપરેશન દ્વારા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું
57 વર્ષીય ડેવિડ બેનેટને હૃદય સંબંધિત સમસ્યાઓ હતી અને તેમનું હૃદય ધીમે ધીમે કામ કરતું બંધ થઈ ગયું હતું. તેનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને પીગનું હાર્ટ લગાવ્યું હતું અને આ ઓપરેશન સફળ રહ્યું હતું.

આ પણ વાંચો:Viral: માણસે ઘરમાં રાખ્યા છે 120 ઝેરી Spiders, સૂવા માટે પણ આપ્યો છે અલગ બેડરૂમ! 

ડેવિડ વિશ્વનો પહેલો દર્દી હતો જેની છાતીમાં ડુક્કરનું હૃદય ધબકતું હતું. ઓપરેશન સફળ રહ્યું અને તેને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો. પરંતુ એપરેશનના થોડા સમય બાદ કેટલાક દિવસોથી તેમની તબિયત બગડતી હતી અને આખરે તેમનું નિધન થયું હતું.

આ પણ વાંચો: Viral: અંદરથી કેવું દેખાય છે લાલ પોસ્ટબોક્સ? જોઈને આંખો પર નહિ થાય વિશ્વાસ!

ડુક્કરના હૃદય સાથે 2 મહિના સુધી જીવ્યો
ડેવિડનું મોત ક્યા કારણે થયું તે અંગે ડોક્ટરોએ હજુ સુધી પુષ્ટિ કરી નથી. જો કે, તે સંશોધિત જનીન સાથે ડુક્કરના હૃદય સાથે સૌથી લાંબુ જીવન જીવનાર દર્દી બન્યો છે. આવા ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન્સ અથવા ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન ઘણીવાર સફળ થતા નથી કારણ કે માનવ શરીર પ્રાણીઓના અંગોને સ્વીકારવામાં અસમર્થ છે. અગાઉ કેલિફોર્નિયામાં ડોકટરોએ એક બાળકીને જીવતી રાખવા માટે બબુનનું હૃદય મુક્યું હતું. આ છોકરી 21 દિવસ સુધી જીવિત રહી શકી.
First published:

Tags: OMG News, Science News, Shocking news, Viral news, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો