ઉંમર છુપાવનારાની હવે ખૂલી જશે પોલ, સંશોધકોએ શોધી ગજબની ટેકનીક

News18 Gujarati
Updated: December 2, 2018, 5:03 PM IST
ઉંમર છુપાવનારાની હવે ખૂલી જશે પોલ, સંશોધકોએ શોધી ગજબની ટેકનીક
વૈજ્ઞાનિકોએ આઠ હજાર લોકો પર પરીક્ષણ કર્યું.

વૈજ્ઞાનિકોએ આઠ હજાર લોકો પર પરીક્ષણ કર્યું.

  • Share this:
ઉમર છુપાવનારા લોકો માટે આ સમાચાર આશ્ચર્યજનક હોઈ શકે છે. હવે તમે તમારી ઉંમર છુપાવી શકશો નંહી. સંશોધકોએ એવી ટેકનીક વિકસાવી છે જે તમારા ફોટાને જોઈને તમારી ઉંમર નક્કી કરી શકે છે.

એટલે, તમારા ચહેરાને જોઈને તમારી સાચી ઉંમર જાણી શકાય છે. વૈજ્ઞાનિકોએ આઠ હજાર લોકો પર પરીક્ષણ કર્યું. આ નવી ટેકનીકથી, ચહેરાના નાના ભાગને જોઈને તેમની ચોક્કસ ઉંમરનો અંદાજ લગાવી શકાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે આંખના ખૂણાઓ તેનાથી સહેલાઇથી નક્કી થઈ શકે છે. સંશોધકોની આ ટીમ એક સ્કિનકેર કંપની 'હાટ એઆઈ' સાથે સંકળાયેલી છે.

સંશોધકોએ તેમના ઉપયોગ માટે લગભગ 8000 લોકોની હાઇ-રિઝોલ્યુશન ધરાવતી તસવીર લીધી અને ઉમરની ચોક્કસ આગાહી કરવામાં સફળ થયા.

અભ્યાસમાં જોવા મળ્યુ છે કે આંખો અથવા પોપચાંના ભાગોમાંથી ઉંમરનો ચોક્કસ અંદાજ મેળવી શકાય છે.

સંશોધકો આ પ્રકારની માહિતીનો ઉપયોગ તમારી ઉમરને અસર કરતા પરિબળોને શોધવા માટે કરે છે. તેમા તમારી જીવનશૈલી સાથે ઉપયોગમાં લેવાતા સૌંદર્ય પ્રસાધનોનું પણ પરીક્ષણ કરે છે.
First published: December 2, 2018, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading