Viral Photo: રીક્ષાવાળાએ શ્વાનને ધાબળો ઓઢાડી આખું શહેર બતાવ્યું

News18 Gujarati
Updated: January 6, 2020, 1:08 PM IST
Viral Photo: રીક્ષાવાળાએ શ્વાનને ધાબળો ઓઢાડી આખું શહેર બતાવ્યું
રીક્ષાવાળાએ શ્વાનને ધાબળો ઓઢાડી આખું શહેર બતાવ્યું

આ ઠંડીના વાતાવરણ વચ્ચે એક શ્વાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે લોકોનું હૃદય ઓગાળવા માટે પૂરતી છે.

  • Share this:
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતની હાલત ઠંડીના કારણે લથડી રહી છે. આખું દિલ્હી પણ ઠંડીથી કાંપી રહ્યું છે. પરંતુ આ ઠંડીના વાતાવરણ વચ્ચે એક શ્વાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે લોકોનું હૃદય ઓગાળવા માટે પૂરતી છે. આ ફોટામાં ધાબળામાં લપેટાયેલું એક શ્વાન રીક્ષામાં બેઠેલું છે, અને રીક્ષાવાળો તેને બેસાડીને ફરાવી રહ્યો છે. આ સુંદર તસવીર ટ્વિટર પર શેર કરાયેલી છે. ત્યારથી જ લોકો આ તસવીરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



વાયરલ થયેલી આ તસવીરમાં એક રીક્ષાવાળાએ રીક્ષાની પાછળની સીટ પર શ્વાનને બેસાડીને રીક્ષા ચલાવતો નજરે આવી રહ્યો છે. રીક્ષાવાળાએ શ્વાનને છંડીથી બચાવવા માટે ધાબળો ઓઢાડી રાખ્યો છે. તેમ છતા આ તસવીર ક્યાંની છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આ તસવીર દેશની રાજધાની દિલ્હીની છે.ટ્વિટર પર શેર કરનાર યૂઝરે લખ્યું છે કે "રીક્ષાની આ તસવીરને ધ્યાનથી ઝૂમ કરીને જૂઓ, સ્વર્ગને પછી આભાર વ્યક્ત કરો." આ તલવીરને અત્યાર સુધી 10000 લોકો લાઈક કરી ચૂક્યા છે અને 2500 લોકો તેને રિ-ટ્વિટ કરી ચૂક્યા છે. યૂઝર્સ આ તલવીર પ્રત્યે દયાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે.
First published: January 6, 2020, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading